Gujarat information
Gujarat information
Directorate of Information
Government of Gujarat
Theme1 Theme2
ગુજરાતી English
A- A A+
| Skip to Main Content Screen Reader Access | Feedback| Sitemap
Accreditation Card Request / Sign In
  • Introduction

      Overview of the Department

      Mission and Vision

      Objectives

      Directory of all Information Offices

  • Media Room

      Today's Press Releases

      Press Releases

      Photo Gallery

  • Library

      Sachivalaya Central Library

  • Tender
  • E-Citizen

      Recruitment

      RTI

      Important Circulars

        Government Resolutions

        Forms

        Schemes

      Budget

      FAQs

      Others Important Link

      CM Images

      Telephone Directory

  • Branch

      Publications

      Film Production

      Advertisement

      Electronic Media

      Research and Reference

      Administration

      News and Media Relation

  • CONTACT US

Gujarat Fortnightly

Publication

Skip to Main Content

Images of Hon. Chief Minister

  • JPG link
  • TIFF link
  • Recruitment
  • RTI
  • Important Circulars
  • Others Important Link
  • Budget
  • FAQs
  • CM Images

Directorate of Information

19/1 Dr. Jivraj Mehta Bhavan,
Gandhinagar 382 010
Gujarat - India.

(079)-23253391

[email protected]

QR Code for website link

Location

map_img
Visitor : 11235812

Useful Links

  • Home
  • Introduction
  • Library
  • E-Citizen
  • Media Room
  • CONTACT US
  • Feedback
Last Update on Date : 07-06-2020
© Copyright 2017 Gujarat information

પત્રકારમિત્રો, એક્રેડિટેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરતાં પહેલાં આટલું વાંચી લો

વર્ષ 2020 થી એક્રેડિટેશન કાર્ડ માટેની અરજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. જે પત્રકારમિત્રો હાલ એક્રેડિટેશન ધરાવતા હશે, તેઓ પણ પ્રથમ વખત ઓનલાઇન અરજી કરશે, ત્યારે તેઓ નવા અરજદાર જ ગણાશે. આમ છતાં, હાલ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારમિત્રો તેમના વર્તમાન એક્રેડિટેશન કાર્ડ નંબર થી લોગ ઇન કરશે, તો તેઓ અત્યાર સુધી જે રીતે રિન્યૂઅલ માટે અરજી કરતાં આવ્યા છે, એ જ મુજબના દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકશે. દા.ત. જો આપ વર્ષ-2020ના નવા કાર્ડ માટે અરજી કરો છો, તો આપે હાલના એટલે કે, વર્ષ-2019નાએક્રેડિટેશન કાર્ડ નંબરથી લોગ ઇન કરવું. જોકે, વર્ષ-2019 નું એક્રેડિટેશન કાર્ડ ધરાવતાં પત્રકારમિત્રો તેમનો પાસપોર્ટ સાઇઝ ફોટો, વર્તમાન એક્રેડિટેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, જન્મતારીખનો પુરાવો, પાન કાર્ડ જેવા વ્યક્તિગત દસ્તાવેજો ફરીથી અપલોડ કરે એ ઇચ્છનીય છે, જેથી તેમની વિગતો નવી વ્યવસ્થા મુજબની ડેટા બૅન્કમાં ઉમેરાઈ શકે. આ સાથે નવી ફોર્મેટ મુજબના સીએ સર્ટિફિકેટની ઓપન ફાઇલનો નમૂનો પણ આપેલો છે. જે આપ ડાઉનલોડ કરી, તેમાં માગેલી વિગતો ભર્યા બાદ આપની અરજીમાં એટેચમેન્ટ્સના પેજ પર ફરીથી અપલોડ કરી શકશો. પરંતુ, સીએ સર્ટિફિકેટમાં દર્શાવેલી તમામ વિગતો હાલની વ્યવસ્થા મુજબ જ કમ્યૂટરાઇઝ્ડ ફોર્મેટમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સહી-સિક્કા અને મેમ્બરશિપ નંબર સાથે અચૂક ભરેલી હોવી જરૂરી છે. ખાસ:-એકથી વધુ આવૃત્તિ ધરાવતા એવા દૈનિકો, કે જેમના વાર્ષિક સીએ સર્ટિફિકેટ અથવા ભલામણપત્ર સીધા જ વડી કચેરીએ જમા કરાવવામાં આવે છે, તેવા પત્રકારમિત્રો/પ્રતિનિધિઓએ આ દસ્તાવેજો અલગથી જમા કરાવવાની જરૂર રહેશે નહીં.

એક્રેડિટેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો? Click Here

ઓનલાઇન અરજી કરતાં પહેલાં આટલા દસ્તાવેજોની સોફ્ટકૉપી હાથવગી રાખો Click Here

નવી ફોર્મેટ મુજબનું સીએ સર્ટિફિકેટ Annexure -A Click Here

એક્રેડિટેશન કાર્ડ રિન્યૂઅલ કરવાની પ્રક્રિયા

ખાસ નોંધ 1:- જે દૈનિકો અત્યારે જાહેરખબરની પેનલમાં છે તેના પત્રકારમિત્રો/પ્રતિનિધિઓએ સોગંદનામા સિવાયના દસ્તાવેજો ઓનલાઈન અરજી સાથે અપલોડ કરવાની જરૂર નથી ખાસ નોંધ 2:- તે સિવાયના પત્રકારમિત્રોએ આ અરજી સાથે તેમનું સીએ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે. તેમના માટે નવા ફોર્મેટ મુજબના સીએ સર્ટિફિકેટની ઓપન ફાઈલનો નમૂનો નીચે આપેલો છે. તે ડાઉનલોડ કરીને તે નમૂના મુજબની વિગતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ભરાવીને તેમાં તેના UDIN નંબર સાથે ભર્યા બાદ તેના સહી અને સિક્કા કરાવીને તે સીએ સર્ટિફિકેટ આપની અરજી એટેચમેન્ટ પેજ પર અપલોડ કરવું ખાસ નોંધ 3:- જે પત્રકાર મિત્રોએ ઓનલાઇન અરજી કરવી ન હોય તેઓ તેમના જિલ્લા માહિતી કચેરીએ જરૂરી દસ્તાવેજ સાથે જઈને તેમની અરજી અમારી કચેરીના કર્મચારી દ્વારા અપલોડ કરાવી શકશે Step 1 :- તમારી પાસે હાલ જે એક્રેડિટેશન કાર્ડ છે, તેનો નંબર ખાનામાં લખો. (જેમ કે, દૈનિકના તંત્રીનો વર્તમાન એક્રેડિટેશન કાર્ડ નંબર DE5678127 છે, તો એ નંબર તેમણે એન્ટર કરવાનો રહેશે.) Step 2 :- ત્યાર બાદ, Next કરવાથી એક ફોર્મ ખૂલશે. તેમાં તમારી વ્યક્તિગત માહિતી (Personal Details) ભરો. Step 3 :- તેની નીચે વ્યાવસાયિક વિગતો (Professional Details) ભરો. Step 4 :- પછી Next નું બટન દબાવો. Step 5 :- આમ કરવાથી એટેચમેન્ટ્સનું પેજ ખૂલશે. અહીં માગ્યા મુજબના દસ્તાવેજો સુવાચ્ય PDF/JPEG ફોર્મેટમાં અપલોડ કરો. Step 6 :- પછી Next નું બટન દબાવવાથી નિયમો અને શરતોની વિગતો ખૂલશે. Step 7 :- આ શરતો વાંચી, તેનો સ્વીકાર (Accept) કર્યા બાદ Submit નું બટન દબાવો. Step 8 :- તે બટન દબાવતાં તમારું ફોર્મ Submit થઈ જશે અને તમને તમારા સત્તાવાર E-mail પર User Name અને Passwordનો ઈ-મેલ મળશે, જે તમારો કાયમી યુઝર આઈડી રહેશે. એક વખત લોગ-ઇન કર્યા બાદ પાસવર્ડ બદલી શકાશે.

નવી ફોર્મેટ મુજબનું સીએ સર્ટિફિકેટ Annexure -A Click Here

નવા એક્રેડિટેશન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા

ખાસ નોંધ 1:- જે દૈનિકો અત્યારે જાહેરખબરની પેનલમાં છે તેના પત્રકારમિત્રો/પ્રતિનિધિઓએ સોગંદનામા સિવાયના દસ્તાવેજો ઓનલાઈન અરજી સાથે અપલોડ કરવાની જરૂર નથી. ખાસ નોંધ 2:- તે સિવાયના પત્રકારમિત્રોએ આ અરજી સાથે તેમનું સીએ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું છે. તેમના માટે નવા ફોર્મેટ મુજબના સીએ સર્ટિફિકેટની ઓપન ફાઈલનો નમૂનો નીચે આપેલો છે. તે ડાઉનલોડ કરીને તે નમૂના મુજબની વિગતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ભરાવીને તેમાં તેના UDIN નંબર સાથે ભર્યા બાદ તેના સહી અને સિક્કા કરાવીને તે સીએ સર્ટિફિકેટ આપની અરજી એટેચમેન્ટ પેજ પર અપલોડ કરવું. ખાસ નોંધ 3:- જે પત્રકાર મિત્રોએ ઓનલાઇન અરજી કરવી ન હોય તેઓ તેમના જિલ્લા માહિતી કચેરીએ જરૂરી દસ્તાવેજ સાથે જઈને તેમની અરજી અમારી કચેરીના કર્મચારી દ્વારા અપલોડ કરાવી શકશે. Step 1 :- Aadhaar/PAN નંબર એન્ટર કરી Nextનું બટન દબાવો. Step 2 :- ત્યાર બાદ Personal Details/વ્યક્તિગત માહિતી તેમજ Professional Details/વ્યાવસાયિક વિગતોનું ફોર્મ ખૂલશે. Step 3 :- આ વિગતો ભરીને Next નું બટન ક્લિક કરવાથી Attachments નું પેજ ખૂલશે. Step 4 :- તેમાં તમે પસંદ કરેલી કેટેગરી અનુસાર જરૂરી દસ્તાવેજો સુવાચ્ય PDF/JPEG ફોર્મેટમાં અપલોડ કરો. Step 5 :- ત્યાર બાદ Nextનું બટન દબાવવાથી Terms and Conditions નું પેજ ખૂલશે. તે વાંચ્યા બાદ નીચે આપેલુ Accept and Submit નું બટન દબાવવાથી તમારી અરજી સબમિટ થઈ જશે. Step 6 :- નોંધણી સફળ થયે તમારા E-mail પર કન્ફર્મેશન અને Username તથા Password સાથેનો ઈ-મેલ આવશે. તે તમારો કાયમી યુઝર આઈડી રહેશે. એક વખત લોગ-ઇન કર્યા બાદ પાસવર્ડ બદલી શકાશે. Step 7 :- માહિતી ખાતાની વેબસાઇટ: / પર Accreditation Card Requestની બાજુમાં આપેલ Sign in નું બટન દબાવવાથી તમને ઈ-મેલમાં મળેલા આઈડીથી લોગ ઇન કરવાથી તમારી અરજીની પ્રિન્ટ, નવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશો.

ઓનલાઇન અરજી કરતાં પહેલાં આટલા દસ્તાવેજોની સોફ્ટકૉપી હાથવગી રાખો Click Here

નવી ફોર્મેટ મુજબનું સીએ સર્ટિફિકેટ Annexure -A Click Here