To mail?


 

 

પ્રાદેશિક માહિતી કચેરી, સૂરત

તા.૨/૭/૨૦૧૦

 

આજે ગરીબ કલ્યાણ મેળોઃ

બારડોલી નગરપાલિકામાં ૪૭.૫૪ લાખના સાધન સહાય ૯૦૧ જરૂરતમંદો સીધા  મેળવશે.

ગ્રામ પંચાયત મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ગરીબોને યોજના હકકો મેળવશે.

સૂરતઃ ગુરૂવારઃ- આવતીકાલ તા.૩૦મીના રોજ સાંજે ૫-૦૦ વાગે બારડોલી નગરપાલિકા દ્વારા કાછીયા પટેલ સમાજવાડી,કડોદ રોડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ૯૦૧  અંકિચનો રાજય સરકારની ૧૨ યોજનાઓના સીધા લાભ મેળવશે. વિવિધ યોજના અંતર્ગત આ લાભાર્થીઓ ૪૭.૫૪ લાખની સાધન સહાય મેળવશે.

વરસાદી માહોલમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબારી હેઠળ રાજયભરમાં યોજાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત પંચાયત, ગ્રામગૃહ નિર્માણ મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના આ હસ્તે સાધન સહાય એનાયત કરવામાં આવશે.

૪૦૦ વ્યકિતઓ શૌચાલય યોજના અંતર્ગત ૧૮ લાખની સાધન સહાય મેળવશે. ૨.૭૯ લાખના ખર્ચે ૧૩૩ ઝુપડાઓમાં વીજળીકરણ, ૩૧ જરૂરતમંદો બેંકેબલ યોજના હેઠળ ૧૬.૦૮ લાખની સાધન સહાય મેળવશે. મહિલા સમુધ્ધિ બેંકેબલ યોજના હેઠળ ૩.૬૦ લાખના ખર્ચે ૧૨ લાભાર્થીઓ સાધન સહાય મેળવશે. સમાજ કલ્યાણ વિકસતી જાતિ યોજના હેઠળ ૧૩ જરૂરતમંદોએ ૬૧ હજારની કિંમતના સાધનો મેળવશે. વયવંદના હેઠળ ૧૮ લાભાર્થીઓ ૭૪ હજારના મંજુરી હુકમ મેળવશે. બાલિકા સમૃધ્ધિ યોજના હેઠળ ૧૪૨ જરૂરતમંદોને ૭૧ હજારના ચેકો અર્પણ થશે. જનની સુરક્ષા યોજના હેઠળ ૩૩ લાભાર્થીઓ ૧૯ હજારની સાધન સહાય મેળવશે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ૭ લાભાર્થીઓ ૧૫ હજારની કિમતની સાયકલ મેળવશે. વિધવા સહાય યોજના હેઠળ સાત લાભાર્થી મહિલાઓ ૫૦૦૦ હજારની કિંમતના મંજૂરી હૂકમ મેળવશે. ગરીમાં યોજના હેઠળ ત્રણ લાભાર્થી ૫૦૦૦ની કિંમતના સાધન સહાય મેળવશે. ૧૦૨ લાભાર્થીઓ ઉમ્મીદ યોજના હેઠળ પ્રમાણપત્ર પ્રાપ્ત કરશે.

અધધધ............

આજે આદિવાસી વિસ્તારના માંડવીમાં ૧૪,૩૯૭ ગરીબ માનવીઓ

રૂા. ૪૦ કરોડ,૪૯લાખ ૪૧ હજારની સાધન સહાય મેળવશે.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં

 પંચાયત મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ગરીબો સીધા હકો પ્રાપ્ત કરશે.

સૂરતઃ ગુરૂવારઃ-  મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી  યોજાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આવતી કાલ તા. ૩૦મીએ આદિવાસી વસતીનું પ્રભુત્વ ધરાવતા માંડવી તાલુકામાં પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૧૪૩૯૭ જરૂરતમંદો ૪૦૪૯.૯૧ લાખની સાધન સહાય એકી સાથે રાજય સરકારની ૧૩ વિભાગની જુદી જુદી યોજનાઓના લાભો મેળવશે.

માંડવીની આદિજાતિ યોજના હેઠળ ૯૦૨ લાભાર્થીઓ ૨૪૨૦ લાખની સાધન સહાય મેળવશે.ગ્રામ વિકાસ એજન્સીની યોજના હેઠળ ૪૩૦૬ લાભાર્થીઓ ૧૧૯૧.૪૭ લાખ, જિલ્લા પંચાયત હસ્તક ૩૫૪૭ લાભાર્થીઓ ૩૧૭.૪૭ લાખની સાધન સહાય દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. હેઠળ ૧૦૫ લાખના ખર્ચે ૫૦૦૦ ધરોમાં વીજકરણ, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ ૧૭૨ જરૂરતમંદોને ૬.૧૨ લાખના ખર્ચની સાધન સહાય મેળવશે. સ્વરોજગારીની યોજના હેઠળ ૩૦ લાભાર્થીઓ ૧.૮૫ લાખ, નાયબ નિયામક વિકસતી જાતિની યોજના હેઠળ ૧૭ લાભાર્થીઓ ૩.૪૦ લાખ પુરવઠા વિભાગની હેઠળ ૧૦૫ લાભાર્થીઓ ૨.૩૧ લાખ, મહેસૂલ વિભાગ ઓલપાડ પ્રાંત દ્વારા ૧૨૪ જરૂરતમંદો ૬૨ હજારની સાધન સહાય , શહેરી વિકાસ વિભાગ હેઠળ બે લાભાર્થીઓ ૨૦ હજાર અને નાયબ બાગાયત નિયામક દ્વારા ૧૨ લાભાર્થીઓ૧૩ હજારની સહાય મેળવશે.

અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યોઃ

સૂરતઃ ગુરૂવારઃ- સૂરત શહેરના ખટોદરા પોલીસના જણાવાયા અનુસાર ગત તા. ૨૩/૭/૧૦ ના રોજ ૪-૪૫ વાગે માન દરવાજા લાલગેટની સામે બ્રીજ  નીચેથી આશરે ૪૫ વર્ષના પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. વાલી વારસોને સંપર્ક સાધવા જણાવાયું છે.

હવે ૭મીઅ,ે જિલ્લા પંચાયત સૂરતની કારોબારી સમિતિની સભાઃ

સૂરતઃ ગુરૂવારઃ-  જિલ્લા પંચાયત સૂરતની કારોબારી સમિતિની સભા તા. ૫/૮/૧૦ ને ગુરૂવારે રાખવામાં આવી હતી. જે અનિવાર્ય સંજોગોને કારણે તે રદ થતા તા. ૭/૮/૧૦ ના  શનિવારે બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરી દરિયા મહેલ સૂરતના કમિટિ ખંડમાં રાખવામાં આવેલ છે.

તાપી જિલ્લાના ઉમેદવારો માટે કોમ્પ્યૂટર કોર્ષ ટ્રેનિંગ

સૂરતઃ ગુરૂવારઃ- તાપી જિલ્લાના વ્યારા ખાતે આશિવાંદ ઓઘોગિક તાલીમ સંસ્થા દ્વારા હરિયાળી પાર્કમાં સરકારી ભરતી/ બઢતી માટેનો ફરજીયાત કોમ્પ્યૂટર ટ્રેનિંગ કોર્ષ સરકાર માન્ય સ્વ નિર્ભર આઇ.ટી.આઇમાં વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જે વિઘાર્થીએ ફોર્મ ન ભરેલ હોય તેમ છતા પણ પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો નંબર ૯૩૨૮૨૫૭૬૧૨,૯૪૨૭૧૫૮૨૨૪, ૦૨૬૨૬-૨૨૦૫૧૩ પર સંપર્ક સાંધવો

જિલ્લા કક્ષાનો યોગાસન અને યુવક નેતૃત્વ તાલીમ શિબિર યોજાશે ઃ

ભરૂચઃ ગુરૂવાર (માહિતી બ્યુરો) ઃ       રાજય સરકારના રમત-ગમત,યુવ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજય યુવક બોર્ડ ઘ્વારા દર વર્ષે યોજવામાં આવતી યોગાસન યુવક નેતૃત્વ તાલીમ શિબિર ચાલુ વર્ષે પણ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની જિલ્લા કક્ષાની યોગાસન તથા યુવક નેતૃત્વ તાલીમ શિબિરો આગામી તા.૬/૮/૨૦૧૦ થી તા. ૧૨/૮/૨૦૧૦ સુધી યોજવાનું આયોજન કરાયું છે.

શિબિરમાં ભાગ લેવા માંગતા ભરૂચ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓએ  પોતાનું નામ,સરનામુ,જન્મ તારીખ,ઉંમર, શૈક્ષણિક લાયકાત, અગાઉ આવી કોઇ પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરીક યોગ્યતાનું ડોકટરનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ સહિતની અરજી તા.૫/૮/૨૦૧૦ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ,ભરૂચ ખાતે મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે.શિબિરાર્થીઓ માટે શિબિર સ્થળે આવવા જવાનું પ્રવાસ ભાડુ તથા ભોજન વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીની એક યાદીમાં જણાવ્યું છે.

ભરૂચ જિલ્લામાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી થશે ઃ

ભરૂચઃ ગુરૂવાર (માહિતી બ્યુરો) ઃ  ભરૂચ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચ, તેમજ જિલ્લા માહિતી કચેરી ભરૂચના સંયુકત ઉપક્રમે તા.૨/૮/૨૦૧૦થી તા.૯/૮/૨૦૧૦ દરમ્યાન ભરૂચ જિલ્લામાં કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

તા. ૨/૮/૨૦૧૦નાં રોજ ૧૧-૦૦ કલાકે ભારતી વિધામંદિર, ૯-નર્મદા માર્કેટ,રેલ્વ ગોદીરોડ,ભરૂચ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનું ઉદ્ધાટન થશે.તેમજ તા. ૯/૮/૨૦૧૦ના રોજ ૧૧-૦૦ કલાકે સંસ્કાર ગુજરી વિધામંદિર ચાસવડ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનુ સમાપન થશે તેમ જિલ્લા રોજગાર અધિકારી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.

ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન - ગણિત પ્રદર્શન યોજાશે ઃ

ભરૂચઃ ગુરૂવાર (માહિતી બ્યુરો) ઃ  પ્રાથમિક શાળાઓ માટેનાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શન કાર્યક્રમ તા.૧૮/૮/૧૦ના રોજ સી.આર. કક્ષાની શાળાઓમાં યોજાશે.જયાર તાલુકા કક્ષાએ તા.૨૬ થી ૨૭ ઓગષ્ટ દરમ્યાન અને જિલ્લા કક્ષાએ તા.૬/૯/૨૦૧૦થી તા.૮/૯/૨૦૧૦ના રોજ યોજાશે.

માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઘ્વારા સ્થળ અને તારીખો નકકી કર્યા બાદ દરેક શાળાઓને જાણ કરવામાં આવશે.વિષય તથા અન્ય માહિતી માટે કચેરીના ફોન નં.૦૨૬૪૨-૨૪૦૭૧૮ પર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.                        

કાપોદરાના રેહાનાબેનને પાકુ આવાસ મળતા ધરમાં ખુશાલી આવીઃ

સમાજના તમામ નબળા વર્ગોના ઉત્થાન માટે રાજય સરકાર તરફથી યોજનાકીય લાભ આપી હજારો ગરીબોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરીપૂર્ણ કરવામાં આવી છે.તેવ લાભાર્થી અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામના રહીશ શાહ રેહાનાબેન ઝાકીરભાઇની વાત....કરીએ....તો.....

કાપોદરાના રેહાનાબેનનું રહેવા માટે ધરની સુવિધા ન હોવાને લીધે  ૧૫ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતા હતાં. ગામની નજીક અંકલેશ્વર શહેરમાં છુટક-છુટક મજુરી કરી પેટનું રળીયું રળતા હતાં. કયારેક તો કલરનું કામ કરી કુંટુંબનું ભરણપોષણ કરતા હતાં. ધણા દુઃખોનો પણ સામનો કર્યો છે. આમ તેમ કરી દિવસો પસા રકરતા હતાં પરંતુ ધરની ચિતાં સતાવતી હતી.સંજોગોવસાત રાજય સરકાર ધ્વારા ગરીબ કલ્યાણ મેળામાં સરદાર આવાસ યોવના હેઠળ આવસ મળવાનુ છે તેવી વાત મળતાં ખુબજ આનંદ થયો. પરિવાર પણ આનંદ વિભોર થયો છેવટે તો ૧૫ વર્ષથી ભાડામાં રહેવાનો વનવાસ પુરો થયો. પાકા આવાસનું  પ્રમાણપત્ર મળતા વર્ષો જુનુ ધરનું સ્વપ્ન સાકાર થયું છે. આ રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્‍ ભાઇ મોદી સાહેબે અમાર જેવા ગરીબો ને આવાસની સુવિધા પુરી પાડવામાં આવી છે. તે બદલ આભાર માનીએ છીએ.

કાપોદરાના રેહાનાબેન જણાવે છે કે રહેવા માટે અમારા પાસે ધર ન હોવાથી ખુબજ કઠીન પરિસ્થિતીમાં જીવતા હતાં. પણ હવે પાકા મકાનની સુવિધા મળતા સલામતીમાં વધારો થશે.પરિવાર સાથે સુખના દિવસો પસાર કરીશુ.

ધંતુરીયા  પટેલ વિપુલભાઇનું ભાગ્ય બદલાયું.

શિક્ષિત બેરોજગાર યુવાનોના આર્થિક ઉત્કર્ષ માટે કલ્યાણ કારી યોજનાઓ અમલિત છે.જેન લાભ મેળવી રોજગારી મેળવી શકાય છે આવાજ લાભાર્થી અંકલેશ્વર તાલુકાના ધંતુરીયાના પટેલ વિપુલભાઇ અન્ય યુવાનો માટે દીવાદાંડીરૂપ બનશે.

ધંતુરીયા ગામના વતની અને અંકલેશ્વર શહેરમાં નિવાસ કરતાં પટેલ વિપુલભાઇએ ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તેના મનમા વિચાર કર્યો કે આજના સમયમાં મોબાઇલ રીપેરીંગનો જમાનો છે તો રોજગારી મળશે તેને સરકાર માન્ય સંસ્થામાં મોબાઇલ રીપેરીંગના. કોર્ષ કર્યો અને પોતાના સ્વ પ્રયત્નથી ધંધાની શરૂઆત કરી પરંતુ આર્થિક વિસામણ હોવાને લીધે ધંધામા ખાસ ઉપજ થતી ન હતી એને મનોમન  મોબાઇલ રીપેરીંગનો વ્યવસાય આગળ ધપાવાવ દ્રઢ નિય કર્યો એટલામાં જિલ્લા ઉધોગ કેન્દ્‍ ધ્વારા મોબાઇલ રીપેરીંગની સહાય આપવા નામો શોધી કાઢાયા અને રૂા. ૬૮ હજાર સહાય મંજુર થઇ જેના સધન-સહાય માટે અંકલેશ્વર તાલુકા કક્ષાના યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા.

મોબાઇલ રીપેરીંગના સહાય મેળવનાર પટેલ વિપુલભાઇ જણાવે છે કે  આજના સમયમાં મોબાઇલનો ઉપયોગ કરનારો વર્ગ મોટો છે જેથી આ સેવા અમૂલ્ય છે.  વધારેમાં વધારે આવક મળી રહે તે માટે ધગશથી મહેનત કરીશ આ સહાય અપાવનાર ગરીબોના બેલી મુખ્યમંત્રી નરેન્દ્‍ ભાઇ મોદીને કોટી- કોટી વંદન.

નવસારી જિલ્લાનો વરસાદ ઃ

નવસારી ગુરુવારઃ નવસારી જિલ્લામાં ચાર તાલુકામાં ઓછો-વત્તો વરસાદ નોંધવા પામ્યો છે. જયારે વાંસદા તાલુકો કોરો રહેવા પામ્યો છે.  જિલ્લા પુર નિયંત્રણ કક્ષ ધ્વારા પ્રાપ્ત થયેલી વિગત મુજબ વરસાદના આંક આ મુજબ છે.

તાલુકા    

સવારે ૬-૦૦ વાગ્યા સુધીનો વરસાદ (મી.મી.)

મોસમનો કુલ વરસાદ

(મી.મી.)

નવસારી

૬૨૫

જલાલપોર

૮૦૭

ગણદેવી

૮૦૪

ચીખલી

1

૫૮૯

વાંસદા

૬૮૭

વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૧૦ ની ઉજવણી ઃ

નવસારી ગુરુવારઃ સામુદાયિક ખાઘ અને પોષણ વિસ્તાર યુનિટ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મહિલા અને બાળવિકાસ વિભાગ, ભારત સરકાર વલસાડ ઘ્વારા આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. વિભાગ નવસારીના સહકારથી તા.૧/૮/૧૦ થી તા.૭/૮/૧૦ સુધી ઉજવણી કરવાનું આયોજન છે. સપ્તાહ દરમિયાન તા.૨/૮/૧૦ ના રોજ નવસારી જિલ્લાના આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ માટે નવસારી ખાતે સ્તનપાન અને ઉપરી આહારની સાચી પધ્ધતિઓ વિષયો ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહયું છે.

તા.૩/૮/૧૦ ના રોજ નવસારી બ્લોકના આરોગ્ય અને આઇ.સી.ડી.એસ.ના ક્ષેત્રીય કર્મચારીઓ માટે, તા.૪/૮/૧૦ ના રોજ જલાલપોર વિભાગના આઇ.સી.ડી.એસ.ના કર્મચારીઓ માટે, તા.૫/૮/૧૦ ના રોજ શાળાની વિઘાર્થીઓ માટે, તા.૬/૮/૧૦ ના રોજ ચીખલી બ્લોકના આઇ.સી.ડી.એસ.ના કર્મચારીઓ તેમજ સભર્ગા, ધાત્રી, કિશોરીઓ માટે તા.૭/૮/૧૦ ના રોજ ગણદેવી બ્લોકના આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ માટે સ્તનપાન અને ઉપરી આહારનું મહત્વ, જન્મ સંબંધે ઓછા વજનવાળા બાળકોની પોષણ અને કાળજીઓ, બાળકોમાં થતું કુપોષણ, બાળ મરણના કારણો અને અટકાવ વગેરેનું જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો જેવા કે અન્નપ્રાષણ વિધિ, વાનગી હરિફાઇ, પ્રશ્નોત્તરી હરિફાઇ, ફિલ્મશો, શેરી નાટક, પ્રદર્શન-નિદર્શનનું આયોજન કરવામાં આવશે. જેની જાહેર જનતાને લાભ લેવા જણાવાયું છે.

રવિવારે ચીખલી કોળી સમાજની વાડી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે ઃ

ચીખલી તાલુકાના ૫૧૪૬ લાભાર્થીઓને

રૂા.૯.૪૧ કરોડથી વધુ સહાયનું વિતરણ કરાશેઃ

નવસારી ઃ ગુરુવાર ઃ રાજયભરમાં ઉજવાઇ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓને સારો પ્રતિભાવ સાંપડી રહયો છે. ગરીબોને સીધેસીધા લાભ/સહાય આપવા તાલુકાકક્ષાએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવી રહયાં છે. જેના ભાગરૂપે ચીખલી તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો તા.૧ લી ઓગષ્ટ-૧૦ ના રોજ બપોરે ૨-૦૦ વાગ્યે કોળી સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં પંચાયતમંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ, સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા, દંડક શ્રીમતી ઉષાબેન પટેલ, સાંસદો, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાની ૫૧૪૬ લાભાર્થીઓને રૂા.૯.૪૧ કરોડની સહાય ચુકવશે.                  

ગરીબ કલ્યાણ મેળામાં ટેબલ નં-૧ પરથી રાષ્ટ્રીય કુટુંબ સહાય, મદદનીશ ખેતી નિયામક, આઇ.આર.ડી.પ., જિલ્લા પ્રાથમિક શિક્ષણ તરફથી કુલ ૧૧૩૯ લાભાર્થીઓને રૂા.૭૩૬૦૪૦૮, ટેબલ નં-૨ પરથી સામાજિક વનીકરણ, આઇ.સી.ડી.એસ., જિલ્લા ઉઘોગ કેન્દ્ર, દક્ષિણ ગુજરાત વિજકંપની લી., નાયબ બાગાયત નિયામકશ્રી, મામલતદાર કચેરી, બ્લોક હેલ્થ ઓફિસ, સખીમંડળ ઘ્વારા ૧૦૭૬ લાભાર્થીઓને રૂા.૨૫૮૩૫૯૭, ટેબલ નંબર-૩ પરથી તકેદારી અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર સહકાર મંડળી, મદદનીશ મત્સ્યોઘોગ નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને લીડ બેંક મેનેજર ઘ્વારા ૧૧૨૫ લાભાર્થીઓને રૂા.૭૪૮૨૦૨૫૫ અને ટેબલ નં ૪-૫ લાભાર્થીઓને રૂા.૯૩૮૪૭૦૦ ના વિવિધ પ્રકારની સહાયનું વિતરણ કરવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્ર ઘ્વારા લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટેની મુખ્યમંચ સહિત પેટામંચ પરથી સાધન/ચેક/પ્રમાણપત્રનું વિતરણ થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કિશોરી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી સહિતના અધિકારી/કર્મચારીઓ મેળાની સફળતા માટે અથાગ મહેનત કરી રહયાં છે.

સાયબર કાફેનું રજીસ્ટ્રેશન ફરજિયાતઃ

સાયબર કાફે ચલાવતા માલિકો માટે માર્ગદર્શિકાઃ

નવસારીઃ ગુરુવારઃ  નવસારી જિલ્લા કલેકટર શ્રી ડી.પી.જોષીએ મળેલી સત્તાની રૂએ સાયબર કાફેના  માલિકો માટે સુચના તેમજ જવાબદારીઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ જાહેરનામા અનુસાર સાયબર કાફેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જેના  માટે નિયત નમુનામાં અરજી કરવાની રહે છે. સાથે સાયબર કાફેના માલિકની જવાબદારીઓ સુનિ  કરવામાં આવી છે. જેમાં અધિકૃત પુરાવાધારકને ઇન્ટરનેટનો  ઉપયોગ કરવા દેવો અને રજીસ્ટર નિભાવવાનું રહેશે. કોમ્પ્યુટરોમાં સેફટી સોફટવેર જરૂરી છે. જેથી કોઇપણ  વ્યકિત અશ્લિલ  વેબસાઇટ, આંતકવાદી પ્રવૃત્ત્િા કે વાંધાજનક વેબસાઇટનો ઉપયોગ કરી શકશે નહિ. માલિકોએ ઇન્ટરનેટ બ્રાઉઝર, વેબસાઇટ ઇતિહાસ ઇન્ટરનેટ કુકીઝ, મોડેમ લોગ્સ, પ્રોકસી લોગ્સ અને નેટવર્ક ઉદભવતા બીજા લોગ્સની છ માસ સુધી જાળવણી  કરવાની રહેશે.

સાયબર કાફેના માલિકો/સંચાલકો/નોકર ઘ્વારા શરતનો ભંગ કરવામાં આવશે તો શિક્ષાને પાત્ર થશે. લાયસન્સ સત્તાધિકારીએ ૩૧ ડિસેમ્બર સુધી પુરા થતાં કેલેન્ડર વર્ષમાં પરવાના રીન્યુ કરવાના રહેશે. રીન્યુ ન કરનાર કાફે માલિકના પરવાના રદ ગણાશે. નવસારી જિલ્લામાં નવા પરવાના ફી રૂા.૫૦૦/- અને રીન્યુઅલ ફી રૂા.૨૫૦/- નિયત કરાઇ છે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી ધારા-૧૮૬૦ ની કલમ-૧૮૮ તથા મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ ની જોગવાઇ હેઠળ શિક્ષાને પાત્ર થશે, એમ નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી.પી.જોશી ઘ્વારા જણાવાયું છે.

મહાત્‍મા ગાંધી નરેગા યોજનાનો લાભ ડાંગના નાનામાં નાના લોકો ઉઠાવેઃ

 શ્રી બી.એલ.વોરા

100 દિવસના બદલે 200 દિવસની રોજગારી મળે તેવી અપેક્ષા રાખતા ગ્રામજનો..

(ડાંગ માહિતી બ્‍યુરો) તા.29: આહવા ખાતે મહાત્‍મા ગાંધી નરેગા યોજના અંતર્ગત યોજાયેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં યોજનાના સુપરવિઝન માટે પધારેલ દિલ્‍હી નરેગા મોનીટરીંગ સેલના ઈમીનન્‍ટ સીટીઝનશ્રી બી.એલ.વોરા જણાવ્‍યું હતું કે ડાંગ જીલ્લાની 70 પંચાયતના કુલ-311 ગામો પૈકી પીપલાઇદેવી,નકટયા હનવત,શેપુઆંબા,કોટબા,ડોકપાતળ,વાનરચોંડ,શામગહાન,શિવારીમાળ,પાંડવા, ચોૈક્‍યા અને બોરખલ સહિત 28 ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત તેમજ કામગીરીનું નિરીક્ષણ કરીને તેમણે યોજનાનો લાભ ડાંગના ગરીબમાં ગરીબ લોકો ઉઠાવે તેવી અપેક્ષા સાથે પ્રજામાં યોજનાનો બહોળો પ્રચાર-પ્રસાર થાય તેવો અનુરોધ ઉપસ્‍થિત પત્રકારશ્રીઓને કરવા જણાવ્‍યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે યોજનાના લાભથી ડાંગની પ્રજાના જીવનધોરણમાં પરિવર્તન આવેલ છે.કામ મેળવવા ડાંગની બહાર રોજગારી મેળવવા સુગર ફેકટરીમાં જવુ પડતુ હતું જેના કારણે તેમના બાળકોને અભ્‍યાસ પણ અધવચ્‍ચે છોડવો પડતો હતો.આજે નરેગા યોજનાને કારણે પ્રજાને કામ અને રોજગારી મળે છે.તેમને તેમના બાળકોનું શિક્ષણકાર્ય બગડતુ નથી.આજે શિક્ષણનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધ્‍યું છે.બાળકો સ્‍કુલે જતા થયેલ છે.યોજનાના લાભથી અહીંના લોકોએ સો દિવસને બદલે બસો દિવસની રોજગારી મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.ખાસ કરીને વાનરચોંડ ગામે થયેલી કુવાની કામગીરી ને તેમણે બિરદાવી હતી.

જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ માંજુ નરેગાના કામો અંગે કાંઇક ક્ષતિ થઇ હોય તો તુરંત જાણ કરવા પત્રકારમિત્રોને અનુરોધ કર્યો હતો.અને કામો ની ક્ષતિ અંગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામકશ્રી એસ.એમ.સંધાડાને જરૂરી તપાસ કરવા તાકીદ કરી હતી.

પ્રેસ કોન્‍ફરન્‍સમાં નાયક વન સંરક્ષકશ્રીઓ પ્રદિપસિંહ,ર્ડા.બી. સુચિન્‍દ્રા, બેંક,પોસ્‍ટ ના અધિકારીશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રી ર્ડા.ડી.આર.માહલા સહિત પત્રકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

 

                                                  

...... નરેશ પટેલ.....