To mail?


 

 

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

તા. ૨૯ જુલાઇ, ર૦૧૦

 

 

 

 

 

ધોરાજી તાલુકા ગરીબ કલ્‍યાણ મેળામાં ૩૬૮૬ લાભાર્થીઓને કૂલ ર.૬૫ કરોડના લાભો અર્પણ થશે

શહેરી વિકાસ મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્‍તે લાભો અર્પણ થશે

રાજકોટ, તા. ૨૯ જુલાઇ :-   રાજય સરકારના તાલુકા ગરીબ મેળાના રાજય વ્‍યાપી અભિયાનની શ્રૃંખલામાં રાજકોટ જિલ્‍લાના ધોરાજી ખાતે તા. ૩૦-૭-૧૦ના રોજ સવારે ૯-૦૦ કલાકે તાલુકા ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો છે. ધોરાજીના લેઉવા પટેલ સાંસ્‍કૃતિક ભવન ખાતે આ ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો છે, જેમાં રાજયના શહેરી વિકાસ મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ તેમજ સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણી વગેરે મહાનુભાવોના હસ્‍તે તાલુકાના કૂલ ૩૬૮૬ લાભાર્થીઓને કૂલ રૂ. ર.૬૫ કરોડના લાભો અર્પણ થશે.

આ ગરીબ કલ્‍યાણ મેળામાં ગરીબોને સ્‍વનિર્ભર કરતી સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ સહાય અને સાધન-સહાય સહિતના લાભો શહેરી વિકાસ મંત્રીશ્રી નીતીનભાઇ પટેલ સહિતનાં મહાનુભાવોના હસ્‍તે અર્પણ થશે.

આ ગરીબ કલ્‍યાણ મેળામાં સંસદ સભ્‍યશ્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્‍યો સર્વશ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી જશુમતીબેન કોરાટ, શ્રી કાંતીભાઇ અમૃતીયા, શ્રી પ્રવિણભાઇ માકડીયા, શ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, રાજકોટના મેયરશ્રી સંધ્‍યાબેન વ્‍યાસ, ગુજરાત ગોપાલક નિગમના ઉપાધ્‍યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, જીલ્‍લા પંચાયત પ્રમુખશ્રી કાંતાબેન મેંદપરા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહી લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ પ્રાપ્‍ય લાભો એનાયત કરાશે.

આ તાલુકા ગરીબ કલ્‍યાણ મેળામાં પંચાયત અને ગ્રામ વિકાસ તથા ગ્રામ ગૃહનિર્માણ વિભાગની યોજનાઓ હેઠળ કૂલ ૧૭૫૪ લાભાર્થીઓ તેમજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ યોજનાઓ હેઠળ ૮૩૩, જયારે ઊર્જા વિભાગની યોજના હેઠળ ૧૪૪ લાભાર્થીઓને લાભો એનાયત થશે. કૃષિ અને સહકાર વિભાગની યોજનાઓ હેઠળ ૪૬૫ તેમજ સ્‍વરોજગારલક્ષી ઉદ્યોગ વિભાગની યોજનાઓ હેઠળ પ૦ લાભાર્થીઓ તેમજ પશુપાલન વિભાગની યોજનાઓ હેઠળ ર૪, સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ હેઠળ ૧૦, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ હેઠળ ૩૦ર તેમજ સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ હેઠળ ૬૮ લાભાર્થીઓને લાભો એનાયત થશે.

વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણા

વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કરશે

રાજકોટ તા. ૨૮ જુલાઇ-  વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે.

મંત્રીશ્રી રાણા આગામી તા.૩ ઓગસ્‍ટે સવારે ૯.૦૦ વાગ્‍યે મીતાણાના પ્રભુનગરમાં ઉંચી ટાંકી/સંપ,પંપરુમનું ખાતમુહૂર્ત અને સી.સી.રોડના લોકાર્પણ તથા ૧૧.૩૦ વાગ્‍યે ટંકારા તાલુકાના ભૂતકોટડા ખાતે સી.સી.રોડના લોકાર્પણ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. ૧૨.૩૦ વાગ્‍યે હરબટીયાળી અને ૩.૩૦ વાગ્‍યે જીવાપર ખાતે સી.સી.રોડના લોકાર્પણ કાર્યક્રમોમાં પણ મંત્રીશ્રી રાણા ઉપસ્‍થિત રહેશે. રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પરની અમૃતા સોસાયટી ખાતે ગાર્ડનનું લોકાર્પણ મંત્રીશ્રી રાણાના હસ્‍તે કરવામાં આવશે.

૪ ઓગસ્‍ટે સવારે ૯.૦૦ વાગ્‍યે મંત્રીશ્રી કિરીટસિંહ રાણા  પડધરી તાલુકાના ફતેપર ખાતે જાહેર વાચનાલયના લોકાર્પણ કાર્યક્રમમાં, ૧૦.૩૦ વાગ્‍યે વીસામણ ખાતે પાઇપલાઇનના કામના ખાતમુહૂર્ત અને ફતેપર-વીસામણ રોડ ગેલ નદી ઉપર બ્રીજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. બપોરે ૧૨.૩૦ વાગ્‍યે પડધરી તાલુકાના રૂપાવટી ગામે પશુપાલન વિભાગના વિકાસકામોનું લોકાર્પણ અને ૩.૩૦ વાગ્‍યે ખોડાપીપર ગામે સ્‍થાનિક વિકાસકામોનું લોકાર્પણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા કરશે.

માજી સૈનિકોને સી.એસ.ડી.ડેપોમાંથી એ.એફ.ડી. વસ્‍તુઓ

ખરીદવાની અરજી ઉપર પ્રતિસહી અંગે

રાજકોટ, તા. ૨૯ જુલાઇ :- માજી સૈનિકો તથા સ્‍વ. માજી સૈનિકોના ધર્મપત્‍નીઓ દ્વારા સી.એસ.ડી.ડેપો, અમદાવાદમાંથી એ.એફ.ડી. વસ્‍તુઓ ખરીદવાના માંગપત્રક(indent form) ઉપર સી.એસ.ડી. મેન્‍યુઅલ અંતર્ગત  જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીએ પ્રતિસહી કરવાની રહેશે. આથી સી.એસ.ડી.ડેપો, અમદાવાદમાંથી એ.એફ.ડી. વસ્‍તુઓ ખરીદવા માગતા માજી સૈનિકો તથા સ્‍વ. માજી સૈનિકોના ધર્મપત્‍નીઓએ માંગપત્રક ભરી જરૂરી દસ્‍તાવેજો સાથે માંગપત્રકમાં પ્રતિસહી કરાવી લેવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

પદમકુંવરબા હોસ્‍પિટલ ખાતે   નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન કેમ્‍પ યોજાશે

રાજકોટ, તા. ૨૯ જુલાઇ :-  ગુજરાત કેન્‍સર રીસર્ચ ઇન્‍સ્‍ટીટયુટના નિષ્‍ણાંત તજજ્ઞો દ્વારા તા. ૭ ઓગસ્‍ટે રાજકોટની પદમકુંવરબા હોસ્‍પિટલ ખાતે સવારે ૯ થી ૧૨ કેન્‍સરનાં નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં મેમોગ્રાફી (સ્‍તન કેન્‍સરની તપાસ) અલ્‍ટ્રા સોનોગ્રાફી મશીન અને કોલ્‍પોસ્‍કોપ (ગર્ભાશયના મુખના કેન્‍સરની તપાસ) જેવા સાધનોથી સુસજજ સંજીવની રથ દ્વારા ગર્ભાશયના મુખના કેન્‍સરની તપાસ પેપ સ્‍મીયર/વીલી ટેસ્‍ટ દ્વારા કરવામાં આવશે.

આ કેમ્‍પ માટે અગાઉથી ડોકટરને બતાવીને રજીસ્‍ટ્રેશન (નોંધણી) કરાવવું જરૂરી છે. રૂમ નંબર ર૮, પી.પી.યુનીટ, પી.કે.હોસ્‍પીટલ રાજકોટ ખાતે સમય સવારે ૯-થી ૧૧ દરમ્‍યાન રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે તેમ અધિક્ષકશ્રી પદમકુંવરબા હોસ્‍પિટલની યાદીમાં જણાવાયું છે.

વૃધ્‍ધ નિરાધાર સહાયના લાભાર્થીઓને મનીઓર્ડરથી ઘરે સહાય પહોંચાડવામાં આવશે.

રાજકોટ તા. ૨૯ જુલાઇ- રાજકોટ શહેર, રાજકોટ તાલુકા અને જસદણ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકાના વૃધ્‍ધ નિરાધાર સહાયના લાભાર્થીઓને મે-જુન માસના ચુકવણા પોસ્‍ટ ઓફિસ દ્વારા મનીઓર્ડરથી ઘેર પહોંચતા કરવાનું ચાલુ છે. આથી આ સહાય મેળવવા માટે સંબંધિત કચેરીએ ન આવતાં અને ઘરે રહી મનીઓર્ડર સ્‍વીકારવા રાજકોટના નાયબ કલેકટરની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લાનાં ૪ જળાશયોમાં પાણીની આવક

રાજકોટતા. ર૯ જુલાઇ- રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયા મુજબ આજ સવારે ૮-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના ૪ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જે ડેમોમાં પાણી આવ્યું છે તે નીચે મુજબ છે.

ક્રમ

યોજનાનું નામ

જળાશયનીકુલ ઉંડાઇ ફુટમાં

ર૪ કલાકમાં ઉંડાઇમાં થયેલ વધારો ફુટમાં

ર૪ કલાકનો વરસાદ મીલીમીટર

આજી-૩

ર૬.૭૦

૦.૧૬

---

ડોન્ડી

૦૮.૯૦

૦.૧૬

---

મચ્છુ-૧

૪૨.૦૦

૦.૩૯

---

મચ્છુ-ર

૩૩.૦૦

૦.૨૦

---

માજી સૈનિકોએ ઇસીએચએસના સભ્‍ય બનવા માટે નવું ફોર્મ ભરવાનું રહેશે.

રાજકોટ, તા. ૨૯ જુલાઇ :-   ઇસીએચએસના નવા સભ્ય બનવા ઇચ્છુક માજી સૈનિકો તથા સ્‍વ. માજી સૈનિકોના ધર્મપત્‍નીઓ આ માટેના ફોર્મ ઇસીએચએસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. હવેથી જૂના ફોર્મને બદલે આ નવું ફોર્મ ભરવાનું રહેશે. જૂનું ફોર્મ સ્‍વીકારવામાં આવશે નહીં. ઇસીએચએસ દ્વારા આપવામાં આવનાર સ્માર્ટકાર્ડની કિંમત રૂ.૧૩૫/- છે. આ માટેનો ડીમાન્‍ડ ડ્રાફટ “DIRECTOR REGIONAL CENTRE ECHS, PUNE”ના નામનો બનાવવાનો રહેશે. વધુ વિગત માટે ઇસીએચએસ પોલીકલીનીક, જામનગરના ટેલિફોન નંબર-૦૨૮૮ ૨૬૬૩૬૯૪ પર સંપર્ક સાધવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

રાજકોટ જિલ્‍લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલો  વરસાદ

રાજકોટ તા.૨૯ જુલાઇ- રાજકોટ કલેકટર કચેરીના ફલડ કંટ્રોલ રૂમના જણાવાયા મુજબ આજ બપોરે ૪.૦૦ કલાકે રાજકોટ જિલ્લાના ચૌદ તાલુકાઓમાં નીચે મુજબ વરસાદ (મી.મી.માં) નોંધાયો છે.

 

ક્રમ

તાલુકાનું નામ

આજનો વરસાદ

મોસમનો કુલ વરસાદ

ધોરાજી

---

૫૧૬

ગોંડલ

૧૦

૪૫૩

જામકંડોરણા

---

૩૯૩

જસદણ

---

૨૦૭

જેતપુર

---

૫૦૨

કોટડાસાંગાણી

---

૪૩૫

લોધિકા

---

૫૬૦

માળીયામીંયાણા

---

૩૫૪

મોરબી

---

૫૦૦

૧૦

પડધરી

---

૨૮૩

૧૧

રાજકોટ

૬૨૮

૧૨

ટંકારા

---

૫૦૦

૧૩

ઉપલેટા

---

૮૭૯

૧૪

વાંકાનેર

---

૩૪૫

સ્‍વાતંત્ર્યપર્વની રાજયકક્ષાની ઉજવણી માટે રેસકોર્ષની આસપાસના વિસ્‍તારોને નો-પાર્કીંગ ઝોન જાહેર કરાયા.

રાજકોટ તા. ૨૯ જુલાઇ- આગામી ૧૫ ઓગસ્‍ટના સ્‍વાતંત્ર્યપર્વની રાજકોટ શહેરમાં થનારી રાજયકક્ષાની ઉજવણી દરમ્‍યાન ૧૪ અન. ૧૫ ઓગસ્‍ટના રોજ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ અને ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાનારા કાર્યક્રમોમાં રાજયના માનનીય રાજયપાલશ્રી, મુખ્‍યમંત્રીશ્રી, અન્‍ય મંત્રીશ્રીઓ અને આમંત્રિત મહેમાનો પધારશે. આથી રેસકોર્ષની આજુ-બાજુ ટ્રાફિક સરળતાથી ચાલે, અને મહાનુભાવોના પસાર થવાના રૂટ પર કોઇ ટ્રાફિક સમસ્‍થા સર્જાય નહીં, તે માટે તા.૧૪ અને તા.૧૫ ઓગસ્‍ટ-૨૦૧૦ સુધી શ્રી મનોજ શશીધર, પોલિસ કમિશનર, રાજકોટ શહેર દ્વારા નીચે જણાવેલ રસ્‍તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે સદંતર પ્રતિબંધિત અને નો-પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે.

એરપોર્ટથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ચાણકય બિલ્‍ડિંગ ચોક થી સરકીટ હાઉસ સુધીનો રસ્‍તો તા. ૧૪ તથા ૧૫/૦૮/૨૦૧૦ના રોજ મહાનુભાવોના પસાર થવાના સમય પહેલા બે કલાક અગાઉથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્‍યાં સુધી બંધ.

પોલીસ હેડ કવાર્ટર સર્કલથી બહુમાળી ભવન સુધીનો રેષકોર્સ રોડ તા. ૧૪ તથા ૧૫/૦૮/૨૦૧૦ના રોજ તમામ પ્રકારના વાહન માટે સદંતર બંધ.

રેષકોર્ષ રીંગ રોડ ફરતો અંદરની સાઇડનો રોડ (દરરોજ સવારે જે રસ્‍તો મોર્નિગ વોક માટે અનામત રખાય છે તે રોડ) ‘‘નો પર્કિગ ઝોન’’ તા. ૧૪ તથા ૧૫/૦૮/૨૦૧૦ દિન-ર માટે.

ઉપરોકત રસ્‍તાઓ બંધ કરતાં તેની અવેજીમાં બહુમાળી ભવન તરફ જતાં વાહનો ધરમ સિનેમા,નૂતનપ્રેસ રોડ, ફુલછાબ ચોકથી જિલ્‍લા પંચાયત ચોક, કિશાનપરા ચોક તથા ડો.યાજ્ઞિક રોડ તરફ જઇ શકશે. તેમજ એરપોર્ટ તરફ જનારા વાહનો ચાણકય બિલ્‍ડિંગ ચોકથી શ્રોફ રોડ, રૂડા બિલ્‍ડિંગ થઇ એરપોર્ટ તરફ જઇ શકશે તેમજ, એરપોર્ટ તરફથી આવતાં વાહનો એરપોર્ટ ફાટક પહેલાં જમણી બાજુ થઇ આમ્રપાલી ફાટક તથા મહિલા કોલેજ અંડર બ્રિજ તરફ તેમજ, જુની એન.સી.સી. ઓફીસ ચોક થઇ પોલીસ હેડ કવાર્ટર સર્કલથી પોલીસ કમિશ્‍નરશ્રીના બંગલા પાસેથી રૂડા બિલ્‍ડિંગથી શ્રોફ રોડ તથા જામટાવર ચોક તરઇ જઇ શકશે.

આ જાહેરનામું ફરજ પરના પોલિસના વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ અને ફાયરબ્રિગેડના વાહનોને આકસ્‍મિક સંજોગોમાં લાગુ પડશે નહીં.

આ હુકમનાં ભંગ બદલ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે.

રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહીરનો પ્રવાસ કાર્યક્રમ

જામનગર તા. ૨૯, -  ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્‍યાણ વિભાગના રાજય મંત્રી શ્રી વાસણભાઇ આહીર તા. ૩૧ મુ જુલાઇ-૨૦૧૦ના રોજ બપોરે ૪-૦૦ વાગ્‍યે જોડિયા તાલુકાના સ્‍વામિનારાયણ મંદિર ભાદરા ખાતે અને તા. ૧ ઓગસ્‍ટે સવારે ૯-૦૦ વાગ્‍યે કાલાવડ, હિરપરા કન્‍યાછાત્રાલય ખાતે યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળાઓમાં હાજરી આપશે.

માજી સૈનિકોના પત્‍નીઓને હયાતીનું પ્રમાણ પત્ર મોકલવા અંગે

જામનગર તા. ૨૯, -  જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનઃવસવાટ કચેરી, જામનગર થી માજી સૈનિક, દિવંગત માજી સૈનિકના ધર્મપત્‍ની તરીકેનું ઓળખપત્ર મેળવેલ હોય અને જેમની ઉંમર ૭૫ વર્ષથી ઉપરની હોય તેવા માજી સૈનિકો/દિવગંત માજી સૈનિકોના ધર્મ પત્‍નીઓના તેમની હયાતીનું પ્રમાણ પત્ર જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનઃવસવાટ કચેરી, જામનગરને મોકલી આપવાનું જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનઃવસવાટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.

જામનગર જીલ્‍લાનો વરસાદ

જામનગર તા. ૨૯, - જામનગર ખાતેના કન્‍ટ્રોલરૂમના તા. ૨૯ ના રોજ સવારના ૭-૦૦ વાગ્‍યા સુધીમાં નોંધાયેલ વરસાદ નીચે મુજબ છે.

તાલુકો

છેલ્‍લા ૨૪ કલાક સુધીનો વરસાદ(મીમી)

કુલ વરસાદ(મી.મી.)

ભાણવડ

૧૫

૭૩૦

ધ્રોલ

---

૩૫૬

જામજોધપુર

૧૦

૫૪૭

જામનગર(શહેર)

---

૧૨૫૬

જોડીયા

૦૯

૬૬૯

કાલાવડ

૦૨

૩૯૫

કલ્‍યાણપુર

---

૮૧૪

ખંભાળીયા

---

૭૫૭

લાલપુર      

૧૫

૮૦૩

દ્વારકા

૦૧

૫૮૧

તાલાળાના ગરીબ કલ્‍યાણ મેળામાં હવે મારે ગરીબ રહેવું નથી નાટક રજુ થશે

પાંચ હજારથી વધુ લાભાર્થીઓને રૂા. ૧૮ કરોડથી વધુની સાધન સહાય ચૂકવાશે

આરોગ્‍ય મંત્રીશ્રી જયનારાયણભાઇ વ્‍યાસ ખાસ ઉપસ્‍થિત રહેશે.

ગરીબ લાભાર્થીઓનાં આર્થિક ઉત્‍કર્ષ માટે રાજય સરકારે શરૂ કરેલ ગરીબ કલ્‍યાણ મેળાનાં શ્રેણીબધ્‍ધ  કાર્યક્રમોમાં તા. ૩૧ જૂલાઇનાં રોજ ૧૦.૦૦ કલાકે માર્કેટીંગ યાર્ડ તાલાલા ખાતે ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. જેમાં રામપરા પે-સેન્‍ટર શાળાનાં શિક્ષક ભાઇ-બહેનો દ્વારા હવે મારે ગરીબ રહેવું નથી. નાટય કૃતિ રજુ કરાશે.

આરોગ્‍યમંત્રીશ્રી જયનારાયણ વ્‍યાસના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર આ મેળામાં ૫૧૧૪ લાભાર્થીઓને રૂા. ૧૮.૮૦ કરોડની સાધન સહાય ચુકવાશે. તેમ મામલતદાર સુશ્રી અમી દોશીએ જણાવ્‍યું હતું.

વન અને પર્યારવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણા, નાયબ મુખ્‍ય દંડકશ્રી અંબાલાલ પુરોહીત, સ્‍વર્ણિમ ગુજરાત ઉત્‍સવ સમિતીના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજા, સાંસદશ્રી દિનુભાઇ સોલંકી ઉપરાંત્‍ જિલ્‍લાનાં ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિમાં રાજય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાશે. આ તકે વાડી યોજનાં તળે સીદી સમાજના લોકોને ખાસ રોપાનું વિતરણ થશે. 

માંગરોળ તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગષ્‍ટના રોજ યોજાશે

તાલુકા કક્ષાનાં પ્રશ્રોના નિકાલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્‍ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૨૫ ઓગષ્‍ટ  (ચોથા બુધવાર)નાં રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાનાં પ્રશ્‍નો-ફરિયાદો તા. ૧૦ ઓગષ્‍ટ - સુધીમાં તાલુકા મામલતદારશ્રી માંગરોળને પહોંચતા કરવા. અરજીના મથાળે માંગરોળ તાલુકા માટેનો સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. જેમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલાં ગ્રામ કક્ષાનો પ્રશ્‍ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ. અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ર હોય તો તાલુકાનાં જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્‍ન લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઇએ.અને તે અનિર્ણિત હોય આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્‍નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જઇએ. તેમજ અરજદારે રૂબરૂમાં પોતાનાં પ્રશ્‍નના આધાર પુરાવા સાથે રજુઆત કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆતો થઇ શકશે નહીં તેમ મામલતદાર માંગરોળની યાદીમાં જણાવાયું છે                                

ઊના ખાતે તા. ૩૧ જૂલાઇએ ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે.            

રાજ્ય સરકારે ગરીબ કલ્‍યાણ મેળાઓ યોજી ગરીબ પરિવારનાં લોકોને સ્‍વનિર્ભર બનાવવાનું અભિયાન ઉપાડ્યુ છે. જૂનાગઢ જિલ્‍લાનાં ઊના ખાતે આગામી તાઃ૩૧-૦૭-૨૦૧૦નાં રોજ શહેરી વિસ્‍તારનો (ઊના નગર પાલીકા વિસ્‍તાર) ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. આરોગ્‍યમંત્રીશ્રી જયનારાયણ વ્‍યાસના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર આ મેળામાં ૧૭૮૫ લાભાર્થીઓને ૧.૯૦ કરોડની સાધન સહાય ચુકવાશે. વન અને પર્યારવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણા, નાયબ મુખ્‍ય દંડકશ્રી અંબાલાલ પુરોહીત, સ્‍વર્ણિમ ગુજરાત ઉત્‍સવ સમિતીના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજા, સાંસદશ્રી દિનુભાઇ સોલંકી ઉપરાંત્‍ જિલ્‍લાનાં ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિમાં રાજય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાશે.

માંડવી તાલુકાના ગરીબ મેળામાં ૫.૫ હજાર લાભાર્થીઓને ૯.૯૦ કરોડની સહાય મળશે

સ્‍વર્ણિમ સેવા ટાઉનશીપ સાથે વ્‍યકિતગત  અને સામુદાયિક યોજનાનો સમાવેશ કરાયો

 ભુજ,ગુરૂવારઃ સમગ્ર રાજયની સાથે કચ્‍છમાં પણ આર્થિક રીતે અત્‍યંત નબળા એવા ગરીબ પરિવારો અને વ્‍યકિતગત રીતે માનવીઓને બેઠાં કરવા યોજાતા ગરીબ મેળાની શ્રૃંખલામાં આવતીકાલ ૩૦મી જુલાઇના દિવસે બંદરીય નગરી માંડવીમાં તાલુકાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાશે. જેમાં સાડા પાંચ હજાર લાભાર્થીઓને ૯.૯ કરોડની સહાય અર્પણ કરવામાં આવશે.

માંડવી ગરીબ કલ્‍યાણ મેળાના લાયઝન અધિકારી અને મધ્‍યાહન ભોજનના નાયબ કલેકટરશ્રી એ.જે.પટેલના જણાવ્‍યા અનુસાર વ્‍યકિતગત યોજના હેઠળ અને સામુદાયિક યોજના હેઠળ લાભાર્થીઓને આ મેળામાં આવરી લેવાશે. જયારે જમીન અને પ્‍લોટના લાભાર્થીઓ માટે જંત્રી મુજબ પ્‍લોટની કુલ કિંમત રૂપિયા ૨.૪૦ લાખ આકારવામાં આવી છે.

સ્‍વર્ણિમ સેવા ટાઉનશીપમાં પાણીના ટાંકાનું કામ, પાણીના પાઇન લાઇનનું કામ, ઈન્‍દિરા આવાસ યોજના, સરદાર આવાસ યોજના, સો ચોરસવાર એરિયામાં ગોધરા ગામે નરેગા હેઠળ લેવલ મેટલનું કામ કરાશે.

યોજનાદીઠ તમામ લાભાર્થીઓ તથા સહાયની વિગતો આપતા શ્રી પટેલે કહયું કે, બાલિકા સમૃધ્‍ધિ હેઠળ ૫૦૮, સખીમંડળમાં ૧૭૦, વિધુત ક્ષેત્રે ૧૬૪૭, સો.ચો.વારના ૮૩, વિધાલક્ષ્‍મી બોન્‍ડના ૪૦, દેનાબેંકના ૬૩, તાલુકા પંચાયત હેઠળ એસ.જી.એસ.વાય.ના ૨૨, ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ૬૮, ઈન્‍દિરા આવાસ તાલુકા પંચાયત માંડવીના ૨૩, ગઢસીસા દેનાબેંક મારફતે ૧૧૦, દેનાબેંક ગ્રામીણ બેંક, માંડવી મારફતે ૨૭ અન. જિલ્‍લા ઉધોગ કેન્‍દ્રના ૬૬  લાભાર્થીઓનો આમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે. જયારે જીએસઆરટીસીના ૧૧૩૮ લાભાર્થીઓને ૨ કરોડની વધુ રકમની સહાય મળશે.

આ કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, પ્રદેશ પ્રમુખશ્રી આર.સી.ફળદુ, સાંસદ શ્રીમતિ પુનમબેન જાટ, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી જીવાભાઇ આહિર, ધારાસભ્‍યો સર્વશ્રી ધનજીભાઇ સેંઘાણી, જિલ્‍લા ભાજપાના પ્રમુખ અને ધારાભ્‍યશ્રી જયંતીભાઇ ભાનુશાળી, ડો.નીમાબેન આચાર્ય, સરદાર સરોવર સિંચાઇ યોજના સૌરાષ્‍ટ્ર કચ્‍છના ચેરમેનશ્રી અનંતભાઇ દવે, પૂર્વ સાંસદશ્રી પુષ્‍પદાનભાઇ ગઢવી, માજી ધારાસભ્‍યશ્રી તારાચંદભાઇ છેડા, વિગેરે ઉપસ્‍થિત રહેશે.

માંડવીનો ગરીબ કલ્‍યાણ મેળો કોમર્સ અને આર્ટસ કોલેજના પ્રાંગણમાં યોજાશે. ગયા વર્ષે યોજાયેલા ગરીબ કલ્‍યાણ મેળામાં ૭.૯ હજાર લાભાર્થીઓને ૫.૫૩ કરોડની સહાય આપવામાં આવી હતી.

કવિ સંમેલન અને વાંચે ગુજરાત કાર્યક્રમ કેદીઓના માનસિક પરિવર્તન માટે ઉપયોગી

પાલારા જેલમાં કવિ સંમેલન યોજાયું

ભુજ,ગુરૂવારઃ સ્‍વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે ‘‘વાંચે ગુજરાત’’ ના અનુસંધાને ગુજરાત સાહિત્‍ય પરિષદ, અમદાવાદના સહયોગથી તાજેતરમાં ભુજ ખાસ જેલ (પાલારા) માં ભુજના સ્‍થાનિક કવિઓનું કવિ સંમેલન યોજવામાં આવ્‍યું હતું.

ગુજરાત સાહિત્‍ય પરિષદ, અમદાવાદ દ્વારા ‘‘વાંચે ગુજરાત’’ અભિયાનને વેગ આપવા માટે તથા કેદીઓના હદય પરિવર્તન અને કેદીઓની લાગણીઓને પ્રતિબિંબિત કરવા માટે કેદીઓને આશરે ૫૦૦ જેટલા પુસ્‍તકો ભેટ આપવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ખાસ જેલના સુપ્રિ.શ્રી રબારીએ શાબ્‍દિક તથા પુષ્‍પગુચ્‍છ વડે સ્‍વાગત કર્યુ હતું. કવિશ્રી વંચિત કુકમાવાલાએ આ કાર્યક્રમનો ઉદેશ જણાવી  કહયું હતું કે, કવિ સંમેલન તેમજ પુસ્‍તક વિતરણનો કાર્યક્રમ ગુજરાત સાહિત્‍ય પરિષદ, અમદાવાદ દ્વારા યોજવામાં આવી રહયો છે તે કેદીઓની મનોસ્‍થિતિના પરિવર્તન માટે ખુબજ ઉપયોગી છે. ભુજ જેલમાં યોજાનારો આ કાર્યક્રમ રાજયની સાતમી જેલમાં પ્રયોગ છે અને ગુજરાતની તમામ જેલોમાં આ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

કવિ સંમેલનના પ્રારંભે જેલના કેદીશ્રી મહમદ અલીફ ખોજા, શ્રી જયદિપસિંહ આર.જાડેજા તથા શ્રી હેમરાજભાઇ ગોપાલભાઇએ પોતાની સ્‍વરચિત કાવ્‍યો રજુ કરી સહુના દિલ જીતી લીધા હતા. ત્‍યારબાદ ભુજના સ્‍થાનિક કવિ શ્રી સુધાબેન મહેતા, શ્રી  લતાબેન સોલંકી, શ્રી કિંજલ્‍ક વૈધ, શ્રી કિશોર શાહ, શ્રી વ્રજગજકંધ, શ્રી પબુ ગઢવી, શ્રી વંચિત કુકમાવાલા અને શ્રી રસિક મામતોરાએ કવિતાઓનો પાઠ કર્યા હતા.

કાર્યક્રમની સમાપ્‍તિમાં કવિઓના હસ્‍તે કેદીઓને પુસ્‍તકો ભેટ આપવામાં આવ્‍યા હતા. કવિ સંમેલનનું સંચાલન શ્રી રસિક મામતોરાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલ સુપ્રિ.શ્રી, શ્રી રાઠોડ, શ્રી ચાવડાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલનશ્રી કિંજલ્‍ક વૈધ, શ્રી રસિક મામતોરા તથા વંચિત કુકમાવાલાએ કર્યુ હતું.

જિલ્‍લા પુસ્‍તકાલયોમાં રાત્રી વાંચનાલયની સુવિધા

ભુજ,ગુરૂવારઃસરકારી જિલ્‍લા પુસ્‍કાલય, મિડલ સ્‍કૂલ કમ્‍પાઉન્‍ડ, એસ.ટી.સ્‍ટેન્‍ડ સામે, ભુજ ખાતે સ્‍વર્ણિમ ગુજરાત જયંતી  વર્ષ ૨૦૧૦માં રાત્રી વાંચનાલય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ વાંચનાલયમાં રાત્રીના ૧૨ કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે. જેનો શાળા-મહાશાળાઓના વિધાર્થીઓ મહતમ લાભ લે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. જયાં વિધાર્થી આલમ પોતાના અભ્‍યાસક્રમના પુસ્‍તકોનું પણ વાંચન કરી શકે છે, તેવું મદદનીશ ગ્રંથાલય નિયામક, રાજકોટ દ્વારા યાદીમાં જણાવાયું છે.

તળાવ, ચેકડેમ નદી-નાળાંથી દુર રહેવા જિલ્‍લા કલેકટરનો અનુરોધ

કચ્‍છીઓને વર્ષાની વધામણીઃ

વરસાદ પછી થયેલા મૃત્‍યુ અંગે દુઃખની લાગણી વ્‍યકત કરી

ભુજ,ગુરૂવારઃ કચ્‍છમાં કયાંક ભારે તો કોઇક જગ્‍યાએ જળબંબાકાર થઇ જવાય એટલો વરસાદ વરસ્‍યો છે ત્‍યારે મેઘોત્‍સવનો આનંદ સાવચેતી રાખીને માણવા અને તળાવ, નદી, નાળાં કે ચેકડેમથી દુર રહેવાનો અનુરોધ જિલ્‍લા કલેકટરશ્રી એમ.થેન્‍નારસને કર્યો છે.

કચ્‍છ ઉપર છેલ્‍લા દસ વર્ષથી વધતા ઓછા પ્રમાણમાં કુદરતની રહેમ નજર છે અને કચ્‍છી માડુ માટે વરસાદએ સોનેરી સ્‍વપ્‍ન સમાન હોવાથી સહેજે અન્‍ય વિસ્‍તાર કરતાં વધુ લાગણી કચ્‍છીઓને મેઘ માટે હોય છે પરંતુ આનંદનો અતિરેક થઇ જાય અને ભરેલા તળાવ કે ડેમમાં નાહવા જવાય કે નજીક જવાથી પગ લપસી જાય એ પહેલાં ચેતતા નર સદા સુખીનો મંત્ર સાર્થક કરવા કચ્‍છની પ્રજાને અપીલ કરી છે.

કચ્‍છમાં અત્‍યાર સુધી થયેલા સારા વરસાદને પગલે કલેકટરશ્રી એમ.થેન્‍નારસને કચ્‍છીઓને અભિનંદન આપતાં આશા વ્‍યકત કરતા કહયું કે, હજુ જુલાઇનો અંત છે અને ઓગષ્‍ટ મહિનો બાકી છે ત્‍યારે ઘણા ચેકડેમોમાં પાણી આવશે ત્‍યારે માત્ર બાળકો કે યુવાનો જ નહીં વાલીઓ પણ એટલા જ સાવચેત રહે એ જરૂરી છે પોતાના બાળકો પાણી નજીક ન જાય તેવી સંભાળ રાખે તે આવશ્‍યક છે.

આવા સંજોગોમાં તળાવ ડેમમાં નાહવા જવા ઉપરાંત જીપ જેવા વાહનોમાં સાવચેતીપૂર્વક મુસાફરી કરવા તથા રસ્‍તા ઉપર કે હાઈ-વે ઉપર ઝડપથી દ્રિચક્રી વાહન ચલાવવા સામે પણ જિલ્‍લા કલેકટરે સાવચેતીનો સુર ઉચ્‍ચાર્યો હતો.

કચ્‍છમાં વરસાદ દરમિયાન અને ડૂબી જવાથી થયેલા મૃત્‍યુ અગે ઊંડા દુઃખની લાગણી વ્‍યકત કરી હતી અને બનાવોનું પુનરાવર્તન ન થાય તેવી કાળજી લેવા વિનંતી કરી હતી. દરમિયાન જિલ્‍લા કલેકટરે તમામ સબંધિત અધિકારીઓને તળાવ, ચેકડેમ, ડાયવર્ઝન, પાપડી વિગેરે દિશાસૂચક ચિહન અને સાઇનબોર્ડ મૂકવા જણાવી દીધું છે.

આજે ગાંધીધામમાં નગરપાલિકા વિસ્‍તારનો પ્રથમ ગરીબ મેળો

૩,૪૪૬ ગરીબ લાભાર્થીઓને રૂ.૧.૫૩ કરોડ સહાય અપાશેઃ

ભુજ,ગુરૂવારઃ ગાંધીધામમાં નગરપાલિકા વિસ્‍તારના પ્રથમ એવા ગરીબ કલ્‍યાણ મેળા નિમિત્તે લીલાશા કુટીયા આદિપુર ખાતે કૂલ ૩,૪૪૬ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧.૫૩ કરોડની જુદી-જુદી યોજનાકીય સહાયથી લાભાન્‍વિત કરાશે.

સાંજે આયોજિત આ મેળામાં મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ઝુંપડપટ્ટી  વિજળીકરણના ૪૫૦ લાભાર્થીઓને ૧૨.૩૭ લાખ, વ્‍યકિતગત શૌચાલય માટે ૧૯૮૧ને ૮૯.૧૪ લાખ, એસ.જે.એસ.આર. યોજના અંતર્ગત ૧૨૮ લાભાર્થીઓને ૨૫.૬૦ લાખ, ઉમ્‍મીદ યોજના(બેરોજગાર તાલીમ) માટે ૨૮૭ લાભાર્થીઓને રૂ.૧૦.૦૪ લાખ, અને બાળ સમૃધ્‍ધિ યોજના અન્‍વયે ૪૧૦ લાભાર્થીઓને રૂ.૨.૦૫ લાખ ઉપરાંત અન્‍ય લાભાર્થી સહાય સહિત કૂલ રૂ.૧.૫૩ કરોડની સહાય અપાશે.

આ કાર્યક્રમમાં નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા, રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, પ્રદેશ પ્રમુખશ્રી આર.સી.ફળદુ, સાંસદ શ્રીમતિ પુનમબેન જાટ, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી જીવાભાઇ આહિર, ધારાસભ્‍યો સર્વશ્રી ધનજીભાઇ સેંઘાણી, જિલ્‍લા ભાજપાના પ્રમુખ અને ધારાભ્‍યશ્રી જયંતીભાઇ ભાનુશાળી, ડો.નીમાબેન આચાર્ય, સરદાર સરોવર સિંચાઇ યોજના સૌરાષ્‍ટ્ર કચ્‍છના ચેરમેનશ્રી અનંતભાઇ દવે, પૂર્વ સાંસદશ્રી પુષ્‍પદાનભાઇ ગઢવી, માજી ધારાસભ્‍યશ્રી તારાચંદભાઇ છેડા, વિગેરે ઉપસ્‍થિત રહેશે.

આ ગરીબ મેળા વયવંદના, સમાજ સુરક્ષા સહાય કીટ, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર યોજનાની કીટનું પણ વિતરણ કરાશે.

સીદીક કેવર..... 

ભટૃ