માહિતી કમિશનરની કચેરી, ગાંધીનગર
08 September, 2010
રાજયમાં પ્રવાસન પ્રવૃતિને વેગવાન બનાવી રોજગારીની વ્યાપક તકોનું નિર્માણ થાય તે માટે આધુનિક સુવિધાયુકત હોટલોના નિર્માણ માટે પ્રોત્સાહન નીતિ જાહેર
દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓને આધુનિક હોટલની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજય સરકાર તત્પર
અંદાજે ૨૨ માળ સુધીનું બાંધકામ થઇ શકશે.
૩૦ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર ૧૦,૦૦૦ ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર કોઇપણ ઝોનમાં બાંધકામ.
ગ્રાઉન્ડ કવરેજના ૪૦ ટકાની મર્યાદામાં એન્ટ્રીયમ
હોટલમા યોગા સેન્ટર બનાવવુ અનિવાર્ય
નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ રેફયુજ એરીયાની જોગવાઇ
ગુજરાત રાજયનો સર્વાંગી વિકાસ થઇ રહયો છે, જેને ધ્યાને લઇને, રાજયમાં વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમ દ્રારા દેશ-વિદેશના લોકોને આકર્ષીને આવનાર સમયમાં ગુજરાતનું નામ વિશ્વની ટોચમાં પ્રસિધ્ધી પ્રાપ્ત કરે અને રાજયની મુલાકાતે આવનાર અતિથિને પુરેપુરો આવકાર મળે તે માટે પ્રવાસન પ્રવૃતિને વેગવાન બનાવી, રાજયમાં વ્યાપક તકોનું નિર્માણ થાય તે માટે આધુનિક સુવિધાયુકત હોટલોના નિર્માણ માટે પ્રોત્સાહન નીતિ જાહેર કરી છે એમ શહેરી વિકાસમંત્રી શ્રીનીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, રાજયમાં ઉધોગોનો જે રીતે વ્યાપ વધી રહયો છે, તથા કૃષિ ઉત્પાદન વધારવા કૃષિ મહોત્સવના માધ્યમ દ્રારા કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઇ રહયો છે, અને ગુજરાત આર્થિક ક્ષેત્રે હબ બન્યુ છે, તેવા સંજોગોમાં દેશ-વિદેશના ઉધોગપતિઓ, પર્યટકોને આધુનિક સગવડ આપવા રાજય સરકાર તત્પર છે.
હોટલ આયોજન માટેની વિશેષ જોગવાઇ
પ્રવર્તમાન નિયમમા માર્જીનમાં એન્ટ્રસ લોબી તથા પોર્ચ આપવામાં આવતી નથી હવે માર્જીનમાં એન્ટ્રસ લોબી તથા પોર્ચ કરી શકાશે.
પ્રવર્તમાન નિયમો મુજબ માત્ર કોર્મશીયલ ઝોનમાં તથા રહેણાંક ઝોનમાં વિકાસ પરવાનગી મળવાપાત્ર રહે છે હવે ૩૦ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર તથા ૧૦,૦૦૦ ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ ઉપર કોઇપણ ઝોનમાં હોટેલ બાંધી શકાશે.
પ્રવર્તમાન જોગવાઇ મુજબ મહતમ 1.૮ મુજબની એફ.એસ.આઇ મળવાપાત્ર રહે છે હવે શરતોને આધિન જરૂરીયાતના પ્રમાણમાં હાલ કરતા વધુ એફ.એસ.આઇ મળવાપાત્ર બનશે.
પ્રવર્તમાન નિયમોમાં જાહેર સલામતી માટે કોઇ જોગવાઇ નથી હવે હોટલમાં સલામતી માટે નેશનલ બિલ્ડીંગ કોડ અનુસાર રેફયુજ એરીયાની ફરજીયાત પણે વ્યવસ્થા કરવાની રહેશે અને ઇમારતને અન્ય જગ્યાઓ સાથે એસ્કેપરૂટથી જોડવાની રહેશે.
ઉકત સલામતીની જોગવાઇના પ્રોત્સાહનરૂપે હોટલમાં રેફયુજ એરીયા, ફાયર એસ્કેપરૂટ, સર્વિસ ફલોર, રેમ્પ, સલામતી માટેના કન્ટ્રોલ રૂમ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, એરહેન્ડલીંગ રૂમની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે તે હેતુથી તમામ ઉપયોગો માટેનું ક્ષેત્રફળ એફ.એસ.આઇ માંથી બાદ મળશે.
પ્રવર્તમાન જોગવાઇ મુજબ મહતમ ૪૦ મીટર ઉચાઇ એટલે કે અંદાજે ૧૨ માળનું બાંધકામ મળવાપાત્ર રહે છે હવે નિયમો મુજબ વધુમાં વધુ ૭૦ મીટરની ઉચાઇ એટલે કે, અંદાજે રર માળનું બાંધકામ થઇ શકશે.
એટ્રીયમની કોઇ જોગવાઇ નથી તેથી હોટલ આકર્ષક બને તે માટે ગ્રાઉન્ડ કવરેજમાં ૪૦ ટકાની મર્યાદામાં એન્ટ્રીયમ મળવાપાત્ર રહેશે તેવી જોગવાઇ કરાયેલ છે.
પાર્કીંગની તથા ટ્રાફીકની સમસ્યાનું નિવારણ લાવવા માટે બાંધકામના ૩૦ ટકાના પ્રવર્તમાન ધોરણના બદલે હવે બાંધકામના ૫૦ ટકા સુધી પાર્કીંગ માટે જગ્યા રાખવાની જોગવાઇ અને બેજમેન્ટમાં એકથી વધુ લેવલ ઉપર પાર્કીંગ કરી શકાય તેવી વ્યવસ્થા તેમજ પાર્કિંગના કુલ ૧૦ ટકા ટેકસી માટે અનામત રાખવાની જોગવાઇ કરાશે.
સ્ટાર હોટલની જરૂરિયાતો ધ્યાને લેતા કોઇપણ માળ ઉપર સ્વીમીંગપુલની સુવિધાઓ પ્રાપ્ત થશે તેમજ હોટેલના બેજમેન્ટમાં લોન્ડ્રી, હાઉસકીપીંગ, સ્ટોરલોકર, રેસ્ટરૂમ વગેરે માટે શરતોને આધિન અને સ્ટ્રકચરલ સેફટી જળવાઇ રહે તે ધ્યાને લઇ સુવિધાઓ મળવાપાત્ર રહેશે જે હાલમાં મળવાપાત્ર નથી.
સ્ટાર હોટલની જરૂરિયાતો ધ્યાને લેતા કોઇપણ માળ ઉપર સ્વીમીંગપુલની સુવિધાઓ પ્રાપ્ત થશે તેમજ હોટેલના બેજમેન્ટમાં લોન્ડ્રી, હાઉસકીપીંગ, સ્ટોરલોકર, રેસ્ટરૂમ વગેરે માટે શરતોને આધિન અને સ્ટ્રકચરલ સેફટી જળવાઇ રહે તે ધ્યાને લઇ સુવિધાઓ મળવાપાત્ર રહેશે જે હાલમાં મળવાપાત્ર નથી.
આપણી પ્રાચીન સંસ્કૃતિની ગરિમા જળવાય તે માટે ૩૦ ચો.મી. જગ્યામાં યોગા સેન્ટર બનાવવુ અનિવાર્ય રહેશે હાલમાં આ અંગે કોઇ જોગવાઇ નથી.
હોટેલ ઉધોગમાં પાણીનો વિશેષ ઉપયોગ થતો હોઇ ભવિષ્યમાં ડીસેલીનેશન કરી પાણીનો ઉપયોગ કરવાની જરૂરીયાત બનશે તેથી તે માટેના ફાળા સ્વરૂપે જંત્રી દરના પ ટકા પ્રમાણે સમુચિત સત્તામંડળને ચુકવવાના રહેશે.
રાજયમાં નાગરિકોની સગવડ માટે સંપુર્ણ સુવિધાયુકત હોસ્પિટલો બને તે માટે શહેરી વિકાસ વિભાગે જાહેર કરેલ પ્રોત્સાહક નીતિ
મેડીકલ ટુરીઝમને પ્રાધાન્ય આપી વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલના નિર્માણ અંગે પોલીસી ઘડાઇ
અંદાજે ૨૨ માળ સુધીનું બાંધકામ થઇ શકશે.
૩૦ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર ૧૦,૦૦૦ ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પર કોઇપણ ઝોનમાં બાંધકામ.
ગ્રાઉન્ડ કવરેજના ૪૦ ટકાની મર્યાદામાં એન્ટ્રીયમ
નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ રેફયુજ એરીયાની જોગવાઇ
રાજયમાં દર્દીઓને ઉચ્ચ કક્ષાની આધુનિક સારવાર વ્યાજબી ખર્ચે ઉપલબ્ધ થાય, તે માટે ઉચ્ચ ગુણવત્તાયુકત સગવડો ધરાવતી નવી હોસ્પિટલો શરૂ થાય, તે માટે રાજય સરકાર તત્પર છે. રાજય સરકારે મેડીકલ ટુરીઝમને પ્રાધાન્ય આપીને વિશ્વકક્ષાની આરોગ્યલક્ષી સુવિધાઓ રાજયમાં ઉપલબ્ધ થાય તે આશયથી, સંપુર્ણ સુવિધાયુકત હોસ્પિટલો બને તે માટે પ્રોત્સાહન નીતિ જાહેર કરી છે તદઅનુસાર રાજયમાં કેટલીક આધુનિક હોસ્પિટલો કાર્યરત છે જયારે ઘણી હોસ્પિટલના નિર્માણની દરખાસ્તો વિચારણાધિન છે આવી અધતન હોસ્પિટલોની જરૂરિયાતો ધ્યાને લઇ, તેઓ મહતમ સેવાઓ આપી શકે તથા જગાનો કરકસરયુકત ઉપયોગ કરી શકે તેની સાથે સાથે જાહેર સલામતી, પાર્કિંગ વગેરે માટે પણ જોગવાઇઓ થઇ શકે તે માટે જી.ડી.સી.આર માં જરૂરીયાત મુજબના ફેરફારો કરવાની આવશ્યકતા જણાયેલ છે.
રાજયના શહેરોમાં હોસ્પિટલો થકી આરોગ્યલક્ષી સુવિધાઓના નિર્માણને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકારે જાહેર કરેલ નીતિની વિગતો આપતા શહેરી વિકાસ મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, આ માટે નિતિ સ્વરૂપના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે, અને તેનો સમાવેશ જી.ડી.સી.આર માં કરવાનું ઠરાવવામાં આવ્યુ છે.
હોસ્પિટલના નિર્માણ માટેની વિશેષ જોગવાઇ
પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ હાલમાં માત્ર કોર્મશીયલ તથા રહેણાંક ઝોનમાં હોસ્પિટલનું બાંધકામ મળવાપાત્ર છે હવે ૩૦ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર તથા ૧૦,૦૦૦ ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ ઉપર કોઇપણ ઝોનમાં હોસ્પિટલ બનાવી શકાશે.
પ્રવર્તમાન જોગવાઇ મુજબ મહતમ 1.૮ મુજબની એફ.એસ.આઇ મળવાપાત્ર રહે છે હવે શરતોને આધિન જરૂરીયાતના પ્રમાણમાં હાલ કરતા વધુ એફ.એસ.આઇ મળવાપાત્ર બનશે.
હાલની જોગવાઇઓમાં પાર્કિંગ તથા આનુષંગિક સુવિધાઓ માટેની વ્યવસ્થા એફ.એસ.આઇમાં ગણતરીમાં લેવાય છે હવે હોસ્પિટલમાં પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાનાર બેજમેન્ટ, રેફયુજ એરીયા, એટ્રીયલ, પાર્કિંગ તરફ જતા રેમ્પ, ફાયર એસ્કેપ, ઇકવીપમેન્ટ/એર હેન્ડલીંગ રૂમની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે, તે હેતુથી આ તમામ ઉપયોગો માટેનું ક્ષેત્રફળ એફ.એસ.આઇ માંથી બાદ મળશે.
પ્રવર્તમાન જોગવાઇ મુજબ મહતમ ૪૦ મીટર ઉચાઇ એટલે કે અંદાજે ૧૨ માળનું બાંધકામ મળવાપાત્ર રહે છે હવે આ નિયમ મુજબ વધુમાં વધુ ૭૦ મીટરની ઉચાઇ એટલે કે, અંદાજે રર માળનું બાંધકામ થઇ શકશે.
નવી જોગવાઇઓ મુજબ એટ્રીયમ, બાંધકામના ૪૦ ટકા સુધી પાર્કિંગ માટે જગ્યા રાખવાની જોગવાઇ, બેઝમેન્ટમાં એકથી વધુ લેવલ પર પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા, એન્ટ્રી અને એકઝીટ માટેના અલગ અલગ રેમ્પ રાખવા આવશ્યક છે.
પ્રવર્તમાન નિયમોમાં જાહેર સલામતી માટે કોઇ જોગવાઇ નથી હવે હોસ્પિટલમાં સલામતી માટે નેશનલ બિલ્ડીંગ કોડના નિયમો મુજબ રેફયુઝ એરીયા એટલે કે, આગ, આતંકવાદી હુમલો, અન્ય હોનારત સમયે લોકોને સલામત જગ્યાએ ખસેડવા માટે રેફયુઝ એરીયાની વ્યવસ્થા કરવાની રહેશે. આવા રેફયુઝ એરીયા ઇમારતની અન્ય જગ્યાઓ સાથે એસ્કેપ રૂટથી જોડવાની જોગવાઇ છે, તેમજ આવા રેફયુઝ એરીયાને નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ બાંધકામનું આયોજન કરવાનુ રહેશે.
હાલમાં બેઝમેન્ટમાં મર્યાદિત સુવિધાઓ મળવાપાત્ર રહે છે તેના બદલે હવે હોસ્પિટલ માટેની ખાસ જરૂરીયાતો ધ્યાને લેતા એ.સી. પ્લાન્ટ રૂમ, બોયલર, હાઉસ કીપીંગ, મોર્ગ, વેસ્ટ વોટર કલેકશન, સેન્ટલ લોન્ડ્રી, ચેઇન્જ રૂમ, લાઈબ્રેરી જેવી સુવિધાઓ બેઝમેન્ટમાં મળવાપાત્ર બનશે.
ખેલ મહાકુંભ-ર૦૧૦
તા. ર૦મી નવેમ્બરે પોલીસ સ્ટેડિયમ, શાહીબાગ ખાતેથી ખેલ મહાકુંભ-મશાલ પ્રસ્થાન કરાશેઃ તા. ૧૪મી ડિસેમ્બરે પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાશે
તાલુકા-જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે
તમામ રમતોની ફાઇનલ સ્પર્ધા અમદાવાદ અને ગાંધીનગરમાં: સફળ આયોજન માટે વિવિધ સમિતિઓનું ગઠન
ગાંધીનગરઃ બુધવારઃ ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજ્વણીના વર્ષમાં યોજાઇ રહેલાં ખેલમહાકુંભ-ર૦૧૦ના સફળ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જ્હાએ જણાવ્યું છે કે, રાજ્યની સ્થાપનાને ર૦૧૦ના વર્ષમાં પ૦ વર્ષ્ર્ષ પૂર્ણ થતાં હોઇને આ સ્વર્ણિમ ઉજ્વણીના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ-ર૦૧૦નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલાના માગર્?દર્ર્શન હેઠળ યોજાતો ખેલકુદ મહાકુંભ ગુજરાતની ઓજ-તેજની ઉજાર્? ઉજાગર કરવાનું અભિયાન છે જે ગુજરાતની આવતીકાલને વધુ શક્તિશાળી બનાવશે.
ખેલમહાકુંભની મશાલ પ્રસ્થાન તા. ર૦મી નવેમ્બરે પોલીસ સ્ટેડિયમ, શાહીબાગ, અમદાવાદ ખાતેથી થશે. તા. ર૧મી નવેમ્બરે જિલ્લા મથકે, અને તાલુકા મથકે આગમન થશે. તા. રરમી નવેમ્બરે જિલ્લા પંચાયત સીટ ખાતે સ્પર્ધાઓની શરૂઆત થશે. તા. રરથી રપ નવેમ્બર જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પ્ોરેશન ઝોન કક્ષાની સ્પર્ધા તા. ર૬થી ર૯મી નવેમ્બરે તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. તા. રપ નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન સીધી જિલ્લા કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ, તા. 1 થી ૪ ડિસેમ્બર જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે. તા. પ થી ૭ ડિસેમ્બર દરમિયાન ટીમોને તાલીમ અપાશે. તા. ૮થી ૧ર દરમિયાન રાજ્યકક્ષાની સેમી ફાઇનલ સુધીની સ્પર્ધા તથા તા. ૧૩ થી ૧૪ ડિસેમ્બરે ફાઇનલ સ્પર્ધા અને પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા પંચાયત સીટ કક્ષા, નગરપાલિકા ઝોન, મહાનગરપાલિકા ઝોન તથા તાલુકા કક્ષાએ એથ્લેટિક્સ, વોલીબોલ, કબડ્ડી, ખોંખોની રમતો યોજાશે. જિલ્લા કક્ષાએ એથ્લેટીક્સ, વોલીબોલ, કબડ્ડી, ખોંખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, જુડો-કુસ્તી, બેડમીન્ટન, ટેબલ ટેનિસ,, સ્કેટીંગ, સ્વીમીંગ, યોગાસન, હોકી અને ચેસની રમતો યોજાશે. રાજ્ય કક્ષાએ પણ ઉપર જણાવેલી રમતો ઉપરાંત BOCEE માનસિક ક્ષતિના ખેલાડીઓ માટે, વોલીબોલ (મૂકબધિર ખેલાડીઓ માટે, ક્રિકેટ અંધજન ખેલાડીઓ તથા અપંગ ખેલાડીઓ માટે યોજાશે. આ રમતો વિકલાંગ ખેલાડીઓ માટે છે જે સીધે સીધી રાજ્યકક્ષાએ યોજાશે.
કવાર્ટસ સેમી ફાઇનલ સુધીની રમતોમાં સ્કેટીંગ, ચેસ- અમદાવાદ, સ્વીમીંગ બેડમીન્ટન, વોલીબોલ-સુરત, એથ્લેટિક્સ, આર્ચરી, ફૂટબોલ અને હોકી-વડોદરા, બાસ્કેટબોલ, યોગાસન,-ભાવનગર, ટેબલટેનિસ, જુડો-રાજકોટ તથા કબડ્ડી, ખોંખો, કુસ્તી-જામનગર ખાતે યોજાનાર છે.
આ તમામ રમતોની ફાઇનલ સ્પર્ધાઓ સંભવતઃ રમતગમત સંકુલ, ખોખરા, અમદાવાદ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ગાંધીનગરમાં યોજાશે. દરેક રમત માટે ચાર વયજૂથ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૧૬ વષ?થી નીચેના ભાઇઓ અને બહેનોનું જૂથ તથા ૧૬ વર્ષથી ઉંમરના ભાઇઓ અને બહેનોનું જૂથ ખેલમહાકુંભ-ર૦૧૦ના સફળ આયોજન માટે તમામ કક્ષાએ-તાલુકા-જિલ્લા અને નગરપાલિકા તથા મહાનગરપાલિકના અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, વ્યાયામ શિક્ષકો, શાળાના આચાર્યશ્રીઓ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાની સમિતિમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવશ્રીના અધ્યક્ષસ્થાને અમલીકરણ અને આયોજન સમિતિની રચના કરવામાં આવી છે.
કૃષિમંત્રીશ્રીના કાયાર્?લયમાં પ્રતિનિયુક્તિથી અંગત સચિવ તરીકે નિમાયા
ગાંધીનગરઃ બુધવારઃ મંત્રીશ્રી કૃષિ, સહકાર અને પશુપાલન, મત્સ્યોઘોગ અને ગૌસંવર્ધનના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે પ્રતિનિયુક્તિથી શ્રી સુભાષ આર. સોની, નાયબ સચિવ, સામાન્ય વહીવટ વિભાગની બદલી કરીને નિમણૂંક આપવામાં આવી છે.
ચોમાસું: ર૦૧૦
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદઃ ૧૧ તાલુકાઓમાં ત્રણ થી સાત ઇંચ અને ૭૪ તાલુકાઓમાં બેથી અડધો ઇંચ વરસાદ
કપરાડામાં સાત ઇંચ, પલસાણામાં છ ઇંચ, જલાલપોરમાં પાંચ ઇંચ અને માંગરોળ, વાગરા, બારડોલીમાં ચાર ઇંચ વરસાદ
ગાંધીનગરઃ બુધવારઃ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં ૧૧ તાલુકાઓમાં ત્રણથી સાત ઇંચ અને ૭૪ તાલુકાઓમાં બેથી અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલાં અહેવાલો મુજબ આજે તા. ૮-૯-ર૦૧૦ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૮૯ મી.મી. એટલે કે સાત ઇંચ, સુરત જિલ્લાના પલસાણામાં ૧૬૯ મી.મી. એટલે કે છ ઇંચ, નવસારી જિલ્લાના જલાલપોરમાં પાંચ ઇંચ, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૧૦૯ મી.મી., ભરૂચ જિલ્લાના વાગરામાં ૧૦૩ મી.મી., સુરત જિલ્લાના બારડોલીમાં ૧૧૭ મી.મી., એટલે કે ચાર ઇંચ અને અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૮૩ મી.મી., નવસારી જિલ્લાના ચીખલીમાં ૭૩ મી.મી., નવસારીમાં ૯પ મી.મી., મહુવામાં ૭૭ મી.મી. અને ઉમરપાડામાં ૭૩ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભચાઉ, કઠલાલમાં ૪૭ મી.મી., જાફરાબાદમાં પ૪ મી.મી., સાવરકુંડલામાં પ૫ મી.મી., વાડીયામાં ૪૭ મી.મી., ભાવનગરમાં ૬૮ મી.મી., તળાજામાં ૬૩ મી.મી., જૂનાગઢમાં પ૯ મી.મી., કેશોદમાં પ૦ મી.મી., માણાવદરમાં ૬ર મી.મી., મેંદરડામાં પ૯ મી.મી., વંથલીમાં ૬૭ મી.મી., ઉપલેટામાં પ૩ મી.મી., ચોયા?ર્?સીમાં પ૮ મી.મી., કામરેજમાં ૬૧ મી.મી., પારડીમાં પપ મી.મી., ઉમરગામમાં ૬૪ મી.મી., વલસાડમાં પ૭ મી.મી. મળી કુલ ૧૮ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે ડીસા, દાંતીવાડા, ચાણસ્મા, સિદ્ધપુર, બાયડ, પ્રાંતીજ, આંકલાવ, મોરવાહડફ, માણસા, કવાંટ, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, લાઠી, ગઢડા, તળાજા, કોડીનાર, માળિયા, સૂત્રાપાડા, તાલાળા, ઉના, વેરાવળ, કુતિયાણા, રાણાવાવ, જેતપુર, વાલીયા, ઝધડીયા, વાંસદા, ઓલપાડ, સોનગઢ, બાયડ, ધરમપુરમળી કુલ ૩૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને ર૩ તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધુ પાણી પડયુ હોવાના અહેવાલો છે.
...દિનેશ ચૌહાણ / હરિકૃષ્ણ ગોહિલ...