ÕþëØõìåÀ ÜëìèÖí ÀÇõßí, äÍùØßë.

29 É\áë³ - 2010

શનિ અને રવિવારે વડોદરા શહેર વાધોડિયા અને બોડેલીમાં ગરીબ કલ્યાણ મેળાઓ

વડોદરા, ૨૯  જુલાઇ, (ગુરૂવાર) આગામી શનિ-રવિ તા.૩૧ અને ૧/૦૮ના રોજ વાધોડિયા, વડોદરા શહેરના બે તેમજ સંખેડા તાલુકાના બોડેલી ખાતે શહેરી અને તાલુકા ગરીબ કલ્યાણ મેળાઓ યોજવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાર મેળાઓની સાથે જિલ્લાના કુલ સાત ગરીબ કલ્યાણ મેળાઓ સંપન્ન થઇ જશે.

તા.૩૧/૦૭ના રોજ વાધોડિયા ખાતે એન.જી.શાહ સાર્વજનિક હાઇસ્કૂલના મેદાનમાં તાલુકા ગરીબ કલ્યાણ મેળાનો સવારના ૯-૦૦ વાગે આદિજાતિ કલ્યાણ તથા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ પ્રારંભ કરાવશે. મેળામાં સંસદીય સચિવશ્રી યોગેશભાઇ, શ્રી ઇશ્વરભાઇ પટેલ, સાંસદો, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ સહિત ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષ સહિત અગ્રણીઓ લોક ઉત્કર્ષ માટે લાભ વિતરણમાં જોડાશે. દિવસે સાંજના ૬-૦૦ કલાકે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના લેપ્રેસી હોસ્પિટલ મેદાન ખાતે શહેર વિધાનસભા વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો મહાનગર સેવા સદન દ્વારા રાખવામાં આવ્યો છે.

તા.૧/૦૮ના રોજ બોડેલીના એપીએમસી મેદાન ખાતે સંખેડા તાલુકાના ગરીબ કલ્યાણ મેળાનું બપોરના બે વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેને શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા ખુલ્લો મૂકશે. મેળામાં પણ સંસદીય સચિવો, સાંસદો, ધારાસભ્યો ભાગ લેશે. દિવસે સાંજના ૬-૦૦ વાગે મહાનગર સેવા સદન આયોજિત રાવપુરા વિધાનસભા વિભાગના શહેરી ગરીબ કલ્યાણ મેળાને નવલખી મેદાન ખાતે શિક્ષણમંત્રીશ્રી વોરા ખુલ્લો મૂકશે.

એપ્રેન્ટિસ તાલીમમાં જોડાવ

વડોદરા, ૨૯  જુલાઇ, (ગુરૂવાર) મધ્ય ગુજરાતના વડોદરાના કાર્યક્ષેત્રમાં આવતા વડોદરા,ખેડા, આણંદ, પંચમહાલ તથા દાહોદ જિલ્લાના વિવિધ એકમોને એપ્રેન્ટિસની ફાળવવામાં આવેલી બેઠકો માટે એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ ઓગસ્ટ- ઓક્ટોબર, ૨૦૧૦ નું ભરતી સત્ર તા.૧/૮/૨૦૧૦ થી શરૂ થનાર છે. તાલીમ યોજના અન્વયે એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઇચ્છુક ઉમેદવાર આઇ.ટી.આઇ. (એનસીવીટી) પાસ હોવા જોઇએ. ધોરણ ૧૦+૨ ની પદ્ધતિમાં ધોરણ , તથા ધોરણ ૧૦ એસ.એસ.સી. પાસ હોવા જોઇએ. ધોરણ ૧૦+૨ ની તરાહમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિઘાર્થીઓ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી વિષય સાથે પાસ થયા હોવા જોઇએ. બી.એસ.સી. કેમિસ્ટ્રી/ બાયોલોજી/ ફિઝિક્સ/ મેથ્સ/ માઇક્રો બાયોલોજી સાથે પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ વિભાગીય એપ્રેન્ટિસશીપ સલાહકાર અને નાયબ નિયામક (તાલીમ) પ્રાદેશિક કચેરી ૯૦૮/ ૯૧૩, ઇ-બ્લોક, કુબેરભવન, વડોદરા અથવા ઉત્તરસંડા, પલાણા, ગોધરા ખાતેની ઔઘોગિક તાલીમ સંસ્થાને અરજી મોકલી આપી શકે છે.

વડોદરા વિભાગના એકમોમાં એપ્રેન્ટિસ તાલીમના નિર્દિષ્ટ વ્યવસાયોની વિગતો અને માર્ગદર્શન માટે વડોદરા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તાલીમમાં જોડાવા માટે તા.૧/૮/૧૦ થી તા.૧૫/૧૦/૧૦ દરમિયાન સવારે ૧૧-૦૦ થી સાંજના ૪-૦૦ કલાક સુધી રૂબરૂમાં ઉપસ્થિત રહી શૈક્ષણિક લાયકાતને અનુરૂપ નિર્દિષ્ટ વ્યવસાયમાં જોડાવા ભલામણ પત્ર મેળવી શકે છે. આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોને જે વ્યવસાયમાં બેઠકો ફાળવી હશે તે જગ્યા માટે અથવા આવા ઉમેદવારોને જે વ્યવસાયમાં જગ્યા ખાલી હશે તેના માટે ભલામણ પત્ર આપવામાં આવશે.

શહેરમાં સભાસધસબંધી

વડોદરા, ૨૯  જુલાઇ, (ગુરૂવાર) વડોદરા શહરેમાં હાલની વર્તમાન પરિસ્થિતિમાં આગામી દિવસોમાં રમજાન માસ અને દશામાના વ્રતના તહેવારો તેમજ અન્ય ધાર્મકિ શોભાયાત્રા, રેલીઓ યોજવામાં આવતા હોય છે. હાલની આતંકવાદી પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિકે જાહેર સુલેહ શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા સારુ તા.૩૧/૭/૧૦થી તા.૧૪/૮/૧૦ સુધી તેમની હકુમતના શહેરના સમગ્ર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા, સભા બોલાવવા કે સરધસ કાઢવા પર પ્રતિબંધ મૂકયો છે.

વાધોડિયા તાલુકાના મધ્યાહન ભોજન વ્યવસ્થાપક માટે અરજી મંગાવાઇ

વડોદરા, ૨૯  જુલાઇ, (ગુરૂવાર) વાધોડિયા તાલુકાના મસ્તુપુરા, ભાવનગરપુરા, ગજાદરા, બાકરોલ નવી વસાહત તથા કોટંબી નવી વસાહત ખાતેના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે વ્યવસ્થાપકની હંગામી ધોરણે નિમણૂક કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાના અરજીપત્રકો વિગતો ભરી તા. ૭/૮/૧૦ સુધી કચેરી સમય દરમિયાન સ્વીકારવામાં આવશે. સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ગ્રાહય રહેશે નહિં. સંચાલકની જગ્યા માટે ઉમેદવાર એસ.એસ.સી. પાસ હોવા સાથે અરજી સ્વીકારવાની તારીખના રોજ ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૫૫ વર્ષથી વધુ વયના હોવા જોઇએ. અનુજાતિ, જનજાતિ અને બક્ષીપંચના ઉમેદવારોને ૫૮ વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવી છે. સાથે રસોઇયા - મદદનીશ માટે શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી નથી. પરંતુ ઉકત વયમર્યાદા લાગુ પડશે અંગે માહિતી માટે મામલતદાર કચેરી વાધોડિયાનો સંપર્ક કરવાનો રહેશે.

તારાપુર અને ખંભાતÜë આજે ગરીબ કલ્યાણ મેળા યોજાશે

આણંદ - ગુરૂવાર - વંચિતો - પીડિતોના વિકાસને વરેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાએ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લાના તારાપુર ખાતે તા. ૩૦/૭/૨૦૧૦ ને શુક્રવારના રોજ બપોરના ૧૩/૦૦ કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, તારાપુર ખાતે તાલુકા કક્ષાનો તથા શ્રીમતી એલ.બી.રાવ સાંસ્કૃતિક હોલ,ખંભાત ખાતે સાંજના ૫-૦૦ કલાકે નગરપાલિકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગરીબ કલ્યાણ મેળામાં તારાપુર તાલુકાના ૩૦૭૩ ઉપરાંત લાભાર્થીઓને રૂા.૫.૨૭ કરોડ તથા ખંભાત શહેરના ૨૬૬૯ લાભાર્થીઓને રૂા.૫૬.૪૮ લાખની સાધન સહાયનું  મંત્રીશ્રીઓ, સંસદીય સચિવો, ધારાસભ્યશ્રીઓની Õìસ્થતિમાં એક સ્થળેથી વિતરણ કરવામાં આવશે.

તારાપુર અને ખંભાત ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાની વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કલેકટરશ્રી આર.એન.જોષી અને જિલ્લા વિકાસ અધિકારી અવંતિકા સિંધના સીધા માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ મેળાને સફળ બનાવવા સંનિષ્ઠ પ્રયëçëõ કરવાÜë આવી રહયા છે. બન્ને ગરીબ કલ્યાણ મેળામાં કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી, સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, ઇશ્વરસિંહ પટેલ,ધારાસભ્ય શ્રીÜÖí જયોત્સનાબેન પટેલ, શ્રી શિરીષભાઇ શુકલ, અગ્રણીશ્રી દિપકભાઇ પટેલના હસ્તે  લાભાર્થીઓને સાધન સહાયનુ઼ં વિતરણ કરવામાં આવåõ.

જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમે ત્રણ બાળ શ્રમયોગીઓને મુક્ત કરાવ્યા

તારાપુર-પેટલાદ વિસ્તારમાં હાઇવે પરની હોટલોનું ચેકીંગ કરાયું

આણંદ - ગુરૂવાર - બાળ મજૂરીને રોકવા રચાયેલ જિલ્લા ટાસ્કફોર્સ દ્વારા આણંદ જિલ્લાના ëßëÕðß અને પેટલાદના ધર્મજ તથા હાઇવેની વિવિધ ૩૫ સંસ્થાઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પેટલાદ તાલુકાના ધર્મજ તેમજ વિસ્તારની હાઇવે ઉપરની હોટલો,પબ્લીક મોટર ગેરેજ સંસ્થાઓનું નિરીક્ષણ કરી ત્રણ સંસ્થાઓમાં કામ કરતા ત્રણ બાળ મજુર શ્રમયોગીઓને મુકત કરવામાં  આવ્યા. સમાજ સુરક્ષા અધિકારી મારફતે નડીયાદના ઓબ્ઝર્વેશન હોÜÜë ત્રણ બાળ શ્રમયોગીઓને મોકલી ëÕäëÜë આવ્યા છે. જે સંસ્થાઓ બાળ શ્રમયોગીઓ પાસે કામ કરતા હોવાનું માલુમ પડયું છે. તેમને ચાઇલ્ડ લેબર એકટ-૧૯૮૬ હેઠળ કલમ/નિયમના ભંગ બદલ નોટીસ આપવામાં આવી છે. હોટલ રેસ્ટોરન્ટ,ઓટો ગેરેજ તેમજ ચા-નાસ્તાની લારીઓ  ઉપર સધન નિરીક્ષણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે સંસ્થાઓમાંથી બાળ શ્રમયોગીઓને મુક્ત કરાયેલ છે તે બે સંસ્થા હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે તથા એક સંસ્થë ચા-નાસ્તાની લારી સાથે સંકળાયેલી છે. કામગીરીÜë સરકારી શ્રમ અધિકારી,સમાજ સુરક્ષા અધિકારી,ફેકટરી ઇન્સ્પેક્ટર,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારíÞë પ્રતિનિધિ,એન.જી.ઓ.,સરકારી શ્રમ અધિકારી(ગ્રામ્ય)ના પ્રતિનિધિ તેમજ પોલીસ સ્ટાફ ઉપરાંત શ્રમ વિભાગના  કર્મીઅù±õ સેવાઓ આપી હતી Ü મદદનીશ શ્રમ આયુકતની યાદીમાં જણાવાયું છે.

ધોરણ-૧૦ ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે મેળવી લેવું

આણંદ - ગુરૂવાર - ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-વડોદરા દ્વારા જુલાઇ-૨૦૧૦ õäëÜë આવેલ ધોરણ-૧૦ ની પૂરક ßíક્ષાનું પરિણામ જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓએ તા.૩૦-૭-૨૦૧૦ ના રોજ સવારના ૧૧-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,જિલ્લા સેવા સદન,આણંદ ખાતેથી મેળäí લેવા જણાવાયું છે.  

માતર તાલુકાના ગરીબ કલ્‍યાણ મેળામાં ૮૦૮૧ લાભાર્થીઓને રૂ. ૧૪.૯૫ કરોડની સહાય ચૂકવાશે

માતર ખાતે ગરીબ કલ્‍યાણ મેળામાં કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી ઉપસ્‍થિત રહેશે

નડીઆદ-તા.૨૯મી જુલાઇ, ૨૦૧૦ (ગુરૂવાર) : રાજ્યની સ્‍થાપનાના સ્‍વર્ણિમ જયંતિ વર્ષમાં રાજ્યમાંથી ગરીબીને જાકારો આપવા અને ગરીબોને આર્થિક રીતે પગભર કરી તેઓ સ્‍વમાનભેર જીવનનિર્વાહ કરી શકે તે આશયથી રાજ્યના પ્રત્‍યેક તાલુકામાં ગરીબ કલ્‍યાણ મેળા યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત ખેડા જિલ્‍લાના માતર ખાતે આજે તા. ૩૦-૭-૧૦ ના રોજ માનવ પરિવાર સેવા કેન્‍દ્ર ખાતે સવારના ૯-૦૦ કલાકે તાલુકા કક્ષાનો ‘ગરીબ કલ્‍યાણ મેળો’ યોજાનાર છે.

આ ગરીબ કલ્‍યાણ મેળામાં જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, નડિયાદ દ્વારા તા. ૨૯-૭-૧૦ ના રોજ પ્રાપ્‍ત થયેલ વિગત અનુસાર માતર તાલુકાના અંદાજે ૮૦૮૧ ગરીબ લાભાર્થીઓને આશરે રૂ. ૧૫.૯૫ કરોડની આર્થિક સહાય ચેક, કીટ, સાધનો અને મંજૂરીપત્રોના સ્‍વરૂપમાં રાજ્યના મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આપવામાં આવનાર છે.

તાલુકા કક્ષાના આ ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્યના કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, સંસદીય સચિવો, સર્વશ્રી ઇશ્વરભાઇ પટેલ, શ્રી યોગેશભાઇ પટેલ, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી રાકેશ રાવ, મહિલા આયોગ ગુજરાતના અધ્‍યક્ષ શ્રીમતી લીલાબહેન અંકોલીયા, માતર મત વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ મત વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી પંકજભાઇ દેસાઇ, પૂર્વમંત્રીશ્રી બિમલભાઇ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. તેમ નિયામકશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી, ખેડા જિલ્‍લો, નડિયાદની યાદીમાં જણાવાયું છે.

રાજ્યના ૨૧ જળાશયો સંપૂર્ણ ભરાયા

સરદાર સરોવર ખાતે નર્મદાની જળસપાટી ૧૧૫.૦૯ મીટર

નડીઆદ-તા.૨૯મી જુલાઇ, ૨૦૧૦ (ગુરૂવાર) : રાજ્યમાં અને ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં તાજેતરમાં થયેલાં વરસાદને કારણે રાજ્યના ૨૧ જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જેમાં સૌરાષ્ટ્ર રિજીયનના ૧૯ અને કચ્છ જિલ્લાના ૧  તથા દક્ષિણ ગુજરાતના ૧ જળાશયનો સમાવેશ થાય છે.

રાજ્યના ૨૭ જેટલાં જળાશયો ૯૦થી ૧૦૦ ટકા ભરાતા તેના માટે હાઇએલર્ટ, ૯ જેટલા જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં તેના માટે એલર્ટ અને ૧૩ જેટલાં જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે.

સરદાર સરોવર ખાતે નર્મદાની જળસપાટી ૧૧૫.૦૯ મીટરે વહી રહી છે. અને ૮૦.૦૮ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યના અન્ય ૧૪૭ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ગરીબ કલ્‍યાણ મેળામાં ગરીબી સામેનો જંગ લડવા ગરીબોમાં આત્‍મવિશ્વાસ જાગૃત કર્યો છે

ગુજરાતમાં ગરીબીને જાકારો આપી સુખ-શાંતિ અને સમૃધ્ધિનું સામ્રાજ્ય પુન:સ્‍થાપિત કરાશે

                                                       - કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

કપડવંજ ખાતે ગરીબ કલ્‍યાણ મેળામાં કૂલ ૯૮૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ. ૨૨.૧૫ કરોડની સહાય અર્પણ કરાઇ

નડીઆદ-તા.૨૯મી જુલાઇ, ૨૦૧૦ (ગુરૂવાર) : ખેડા જિલ્‍લાના કપડવંજ ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં મુખ્‍યમંત્રીશ્રીના કન્‍યા કેળવણી નિધિમાં રૂ. ૨,૩૨,૨૨૫/- ની રોકડ રકમ ચેક સ્‍વરૂપે દાનમાં આપનાર તાલુકાના દાતાશ્રીઓને અંતરના અભિનંદન આપી રાજ્યના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યું હતું કે કન્‍યા કેળવણી માટે ચિંતિત રાજ્ય સરકારને સહયોગ આપનાર તમામ દાતાઓ રાજ્યના વિકાસમાં ભાગીદાર બની રહ્યાં છે. તેજ રીતે ગુજરાતમાં ગરીબીને જાકારો આપી સુખ-શાંતિ અને સમૃધ્ધિનું સામ્રાજ્ય પુન:સ્‍થાપિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં પણ વિરાટ જનમેદનીએ સામેલ થવું પડશે.

રાજ્યના પ્રત્‍યેક તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલ ગરીબ કલ્‍યાણ મેળાઓએ ગરીબી સામેનો જંગ લડવા ગરીબોમાં આત્‍મવિશ્વાસ જાગૃત કર્યો છે. તેમ રાજ્યના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ કપડવંજ ખાતે ‘ગરીબ કલ્‍યાણ મેળા’ અંતર્ગત ગરીબોને આર્થિક સહાય આપવા યોજાયેલ સમારોહનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરતાં જણાવ્‍યું હતું.

રાજ્યના કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ વિરાટ જનમેદનીને સંબોધતા જણાવ્‍યું હતું કે આઝાદી પછી ગરીબો માટે દેશમાં અનેક યોજનાઓ બની. વિશાળ બજેટો પણ બન્‍યા. પરંતુ ગરીબો સુધી તેમના હક્કની રકમ પહોંચી નહીં. રાજ્યના મુખ્‍યમંત્રીશ્રીએ ગરીબોનો રૂપિયો  ગરીબો સુધી હાથોહાથ પહોંચાડી તેઓને ગરીબાઇમાંથી બહાર લાવવાનો સંનિષ્‍ઠ પ્રયાસ હાથ ધર્યો છે. આ સરકાર દ્વારા કલ્‍યાણકારી યોજનાઓનો સમય-મર્યાદામાં યોગ્‍ય ઉપયોગ થઇ રહ્યો છે તેમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાત રાજ્યની શાંતિ જોખમવાના પ્રયત્‍નો કરતાં તત્‍વોને ચીમકી આપતાં કૃષિમંત્રીશ્રી સંઘાણીએ જણાવ્‍યું કે રાજ્યના વિકાસને અવરોધનારને પ્રજા પણ સાંખી લેશે નહીં. સ્‍વર્ણિમ વર્ષમાં ગરીબાઇ સામેના જંગમાં રાજ્ય સરકાર ગરીબોને ઝુંપડાની જગ્‍યાએ પાકા મકાનો આપશે. ગરીબોને સ્‍વમાનભેર જીવવા ધંધા-રોજગારની સહાય, બેરોજગાર યુવાનોને રોજગારી આપવા, અશિક્ષિતોને શિક્ષિત બનાવવા સાથે રાજ્યમાં સામાજીક સમરસતા, ભાઇચારો અને આર્થિક સમૃધ્‍ધિ માટે તેમણે રાજ્ય સરકારની પ્રતિબધ્‍ધતા વ્‍યક્ત કરી હતી.

આ પ્રસંગે રાજ્યના પંચાયત વિભાગના સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે આ સરકારે ગરીબોના ઉત્‍થાન માટે અને રાજ્યના વિકાસને વેગ આપવા અનેકવિધ કાર્યક્રમો આપી કલ્‍યાણકારી યોજનાઓને અમલી બનાવી પ્રજાને તેના મીઠા ફળ આપ્‍યાં છે. ગરીબોના બેલી અને નોંધારાનો આધાર મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગરીબો પ્રતિની સંવેદનશીલતાને આર્થિક સહાયમાં પરિવર્તિત કરી ગરીબોને ગરીબાઇમાંથી બહાર લાવવાનો સંનિષ્‍ઠ પ્રયાસ કર્યો છે. ગરીબાઇને જાકારો આપવાની લડાઇમાં જિલ્‍લાની પ્રજાને સામેલ થવા તેમણે આહવાન કર્યુ હતું.

આ ગરીબ કલ્‍યાણ મેળાના પ્રારંભે પૂર્વમંત્રીશ્રી બિમલભાઇ શાહએ મહાનુભાવોનું શબ્‍દો દ્વારા સ્‍વાગત કરી ગરીબાઇ સામેના જંગમાં જિલ્‍લાની પ્રજાના સહકારની પ્રતિબધ્‍ધતા વ્‍યક્ત કરી હતી.

આ પ્રસંગે તાલુકાના ૯૮૪૫ ગરીબ લાભાર્થીઓને મંત્રીશ્રી, સંસદીય સચિવશ્રીઓ અને મહાનુભાવોના હસ્‍તે રૂ. ૨૨.૧૫ કરોડની આર્થિક સહાય ચેક,  કીટ, સાધન અને મંજૂરીપત્રોના સ્‍વરૂપે એનાયત કરવામાં આવી હતી.

આ સમારોહમાં જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી રાકેશ રાવ, વિધાનસભાના નાયબ દંડકશ્રી અંબાલાલ રોહિત, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્‍યશ્રી રાજેશ પાઠક, જિલ્‍લાના અગ્રણી પ્રગતિશીલ ખેડૂતશ્રી મૂળજીભાઇ પટેલ, જિલ્‍લા કલેકટર ર્ડા. એસ.મુરલીક્રિષ્‍ણા, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રીમતી મનીષા ચંદ્રા, ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ, ગરીબ લાભાર્થીઓ અને નગરજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

નહેરૂ યુવા કેન્‍દ્ર, નડીઆદ આયોજીત પાયકા અંતર્ગત ઇન્‍ટરસ્‍કૂલ સ્‍પર્ધા પ્રવેશપત્રો બાબત

નડીઆદ-તા.૨૯મી જુલાઇ, ૨૦૧૦ (ગુરૂવાર) :  ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્‍દ્ર, નડીઆદની કચેરી દ્વારા પંચાયત યુવા ક્રીડા ખેલકુલ અભિયાન હેઠળ ગુજરાતમાં ફક્ત ખેડા જિલ્‍લામાં ઇન્‍ટર સ્‍કૂલોના માધ્‍યમથી કેટલીક જિલ્‍લા સ્‍તરની સ્‍પર્ધાઓનું આયોજન કરાનાર છે. જેથી સ્‍કૂલોએ યુવા સંયોજક, નહેરૂ યુવક કેન્‍દ્ર, નડિયાદને તેમના પ્રવેશપત્રો તા. ૧૬-૮-૨૦૧૦ સુધી મોકલી આપવાના રહેશે. ત્‍યારબાદ આવેલ પ્રવેશપત્રો સ્‍વીકારાશે નહીં.

આ યુવા ક્રીડા ખેલકુદ અભિયાન હેઠળ આર્ચરી એથલેટીક્સ, બેડમીન્‍ટન, બાસ્‍કેટ બોલ, હોકી, ફૂટબોલ, ટેબલ-ટેનીસ, વોલીબોલ, વેઇટલીફ્ટીંગ અને કુસ્‍તીની સ્‍પર્ધા યોજાનાર છે.

આ સ્‍પર્ધામાં તા. ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૦ ના રોજ સ્‍પર્ધકની ઉંમર ૧૬ વર્ષથી વધુ ન હોવી જોઇએ. સ્‍પર્ધક જેતે સ્‍કુલમાં અભ્‍યાસ કરતો હોવો જોઇએ. પ્રવેશપત્રમાં જે તે શાળાના આચાર્યશ્રીના સહી-સિક્કા કરેલ હોવા જરૂરી છે. સદર તમામ સ્‍પર્ધા ફૂટબોલ સિવાય ભાઇઓ તથા બહેનોની સંયુક્ત રહેશે. અરજી ફોર્મ ઉક્ત કચેરીમાંથી કામકાજ ના સમય દરમ્‍યાન મેળવી શકાશે. પ્રવેશપત્રો જિલ્‍લા યુવા  સંયોજકશ્રી નહેરૂ યુવા કેન્‍દ્ર, રૂમ નં. ૧૦૧, ડી-બ્‍લોક, સરદાર પટેલ ભવન, નડીઆદ ફોન નં. ૦૨૬૮ ૨૫૬૬૧૫૧ ના સરનામે રૂબરૂ અથવા ટપાલથી મોકલી શકાશે. તેમ જિલ્‍લા યુવા સંયોજક, નહેરૂ યુવા કેન્‍દ્ર, નડીઆદની યાદીમાં જણાવાયું છે.

 

 

...... અજયપરમાર/નીતિનપરમાર.....